#ZeeMahaExitPoll: આજ તક-AXISનો દાવો, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને મળશે આટલી બેઠકો

જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની કુલ 8 બેઠકો છે. 2014ની ચૂંટણીમાં અહીં ભાજપને 3, પીડીપીને એક, નેશનલ કોન્ફરન્સને એક બેઠક મળી હતી. આજ તક અને એક્સિસ માઈ ઈન્ડિયાના સર્વે મુજબ ભાજપને 2-3, નેશનલ કોન્ફરન્સને 2-3, પીડીપીને શૂન્ય અને કોંગ્રેસને 0-1 બેઠકો મળવાનું અનુમાન છે. 

#ZeeMahaExitPoll: આજ તક-AXISનો દાવો, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને મળશે આટલી બેઠકો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની કુલ 8 બેઠકો છે. 2014ની ચૂંટણીમાં અહીં ભાજપને 3, પીડીપીને એક, નેશનલ કોન્ફરન્સને એક બેઠક મળી હતી. આજ તક અને એક્સિસ માઈ ઈન્ડિયાના સર્વે મુજબ ભાજપને 2-3, નેશનલ કોન્ફરન્સને 2-3, પીડીપીને શૂન્ય અને કોંગ્રેસને 0-1 બેઠકો મળવાનું અનુમાન છે. 

તાજેતરમાં નેશનલ કોન્ફરન્સના કાર્યવાહક અધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે પાર્ટીએ ભાજપને વોક ઓવર આપ્યું. પાર્ટી તરફથી એકવાર પણ પ્રચાર કરવામાં આવ્યો નહીં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પ્રદેશમાં અનેક રેલીઓ કરી. જો કે તેઓ કાશ્મીર ન આવ્યાં. પરંતુ રાજ્યને અવગણ્યું તો નહીં જ. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાં 3 બેઠકો માટે સમજૂતિ થઈ હતી. કોંગ્રેસે શ્રીનગરમાં ફારુક અબ્દુલ્લા વિરુદ્ધ ઉમેદવાર ન ઉતાર્યા તો નેશનલ કોન્ફરન્સે જમ્મુ અને ઉધમપુર સીટ કોંગ્રેસ માટે છોડી હતી. બંને પાર્ટીઓ બારામુલ્લા અને અનંતનાગ બેઠક પર 'દોસ્તાના મુકાબલા'માં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news