લદાખ: હોટ સ્પ્રિંગ, ગોગરામાં પાછળ હટી ચીની સેના, પેન્ગોંગ પર જલદી થશે વાતચીત 

ભારત અને ચીન પૂર્વ લદાખના પેન્ગોંગ ત્સો વિસ્તારમાંથી ચીની સૈનિકોની વાપસી માટેની રીત નક્કી કરવા માટે આગામી સપ્તાહે ઉચ્ચસ્તરીય બેઠક કરી શકે છે. સરકારી સૂત્રોએ શનિવારે આ હેતુ અંગે જાણકારી આપી. વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બહાલ કરવાના લક્ષ્યથી પૂર્વ લદાખમાં સંઘર્ષવાળી જગ્યાથી સેનાઓની વાપસીને લઈને અત્યાર સુધીમાં બંને દેશોની સેનાઓના ટોચના સૈન્ય કમાન્ડરો વચ્ચે ચાર તબક્કાની બેઠક થઈ ચૂકી છે. 
લદાખ: હોટ સ્પ્રિંગ, ગોગરામાં પાછળ હટી ચીની સેના, પેન્ગોંગ પર જલદી થશે વાતચીત 

નવી દિલ્હી: ભારત અને ચીન પૂર્વ લદાખના પેન્ગોંગ ત્સો વિસ્તારમાંથી ચીની સૈનિકોની વાપસી માટેની રીત નક્કી કરવા માટે આગામી સપ્તાહે ઉચ્ચસ્તરીય બેઠક કરી શકે છે. સરકારી સૂત્રોએ શનિવારે આ હેતુ અંગે જાણકારી આપી. વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બહાલ કરવાના લક્ષ્યથી પૂર્વ લદાખમાં સંઘર્ષવાળી જગ્યાથી સેનાઓની વાપસીને લઈને અત્યાર સુધીમાં બંને દેશોની સેનાઓના ટોચના સૈન્ય કમાન્ડરો વચ્ચે ચાર તબક્કાની બેઠક થઈ ચૂકી છે. 

સૂત્રોએ જણાવ્યું કે સૈન્ય અને રાજનયિક સ્તર પર હાલ ચાલી રહેલી વાર્તાના પરિણામ સ્વરૂપે પૂર્વ લદાખના પેટ્રોલિંગ પોઈન્ટ 14(ગલવાન એરિયા) અને 17એ (હોટસ્પ્રિંગ/ગોગરા)થી સેનાઓ સંપૂર્ણ રીતે પોત પોતાની જગ્યાએ પાછી ફરી ગઈ છે. સૂત્રએ જણાવ્યું કે પેન્ગોંગ ત્સોવાળા વિસ્તારમાંથી સેનાઓની સંપૂર્ણ વાપસીની રીત નક્કી કરવા માટે આગામી સપ્તાહે સેનાના ટોચના કમાન્ડરોની બેઠક થવાની શક્યતા છે."

જુઓ LIVE TV

ઘટનાક્રમની જાણકારી રાખનારા લોકોનું કહેવું છે કે ગલવાન ખીણ અને કેટલાક અન્ય સ્થળોએ, કે જ્યાં સંઘર્ષ થયો હતો ત્યાથી ચીનની સેના પાછી ફરી ચૂકી છે પરંતુ પેન્ગોંગ ત્સો વિસ્તારમાં ફિંગર-5થી આઠ સુધીના વિસ્તારમાં ચીની સૈનિકોની વાપસી એ રીતે નથી થઈ રહી જે રીતે ભારતે માંગણી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news