Ayodhya: રામ મંદિરની નજીક જમીનની ખરીદીના મામલે CM યોગીએ આપ્યા તપાસના આદેશ

અયોધ્યામાં હિન્દુઓની આસ્થાના પ્રતિક રામલલ્લાના હકમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા  બાદથી ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એ પહેલુંથી પણ ઈન્કાર થઈ શકે નહીં કે અહીં રામ મંદિરની આજુબાજુની જમીનોની મોટા પાયે ખરીદી થઈ છે.

Ayodhya: રામ મંદિરની નજીક જમીનની ખરીદીના મામલે CM યોગીએ આપ્યા તપાસના આદેશ

નવી દિલ્હી: અયોધ્યામાં હિન્દુઓની આસ્થાના પ્રતિક રામલલ્લાના હકમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા  બાદથી ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એ પહેલુંથી પણ ઈન્કાર થઈ શકે નહીં કે અહીં રામ મંદિરની આજુબાજુની જમીનોની મોટા પાયે ખરીદી થઈ છે. આ જમીન પ્રશાસનિક અધિકારીઓથી લઈને પોલીસ ઓફિસર, જનપ્રતિનિધિઓ અને એટલે સુધી કે તેમના પરિજનોએ પણ ખરીદી. આવા આરોપો વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં જમીનની કથિત ખરીદી કરવાના મામલે તપાસના આદેશ આપ્યા છે. 

સીએમ યોગીએ ધ્યાનમાં લીધુ
રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે રાતે આ જાણકારી આપી. અત્રે જણાવવાનું કે આ અગાઉ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપના અનેક નેતાઓ અને યુપી શાસનના કેટલાક પ્રશાસનિક અધિકારીઓએ અયોધ્યામાં નિર્માણધીન રામ મંદિરની આજુબાજુની જમીન 'પાણીના ભાવે' ખરીદી છે તથા જમીનની આ 'લૂંટ' વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ થઈ છે. આ મામલે લખનૌમાં Additional Chief Secretary (Information) નવનીત સહગલે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્વ વિભાગને મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા જણાવ્યું છે. 

'હિન્દુત્વવાદીઓ' પર રાહુલના આરોપ
આ બાજુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અયોધ્યામાં જમીનની કથિત ખરીદી સંલગ્ન ખબરનો હવાલો આપતા ટ્વીટ કરીને કહ્યું કે 'હિન્દુ સત્યના રસ્તે ચાલે છે હિન્દુત્વવાધી ધર્મની આડમાં લૂંટે છે.' પાર્ટી મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ફાળાની લૂટ' અને 'જમીનની લૂંટ' પર જવાબ આપવો જોઈએ તથા સમગ્ર પ્રકરણની તપાસ કરવી જોઈએ.

તેમણે દિલ્હીમાં સંસદ પરિસરની બહાર પત્રકારો સાથે વાતચીતમાં યુપીમાં ભાજપના કેટલાક વિધાયકો અને સ્થાનિક પ્રશાસનના કેટલાક વરિષ્ઠ અધિકારીઓના નામનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે ભાજપનાલોકોએ 'રામદ્રોહ' કર્યો છે. જે બદલ તેઓ 'પાપ અન શાપ'ના ભાગીદાર છે.

ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી
સૂરજેવાલાએ કહ્યું કે પહેલા રામ મંદિરના નામ પર ફાળાની લૂંટ કરાઈ અને હવે સંપત્તિ બનાવવાની લૂંટ થઈ રહી છે. સ્પષ્ટ છે કે ભાજપાઈ હવે રામદ્રોહ કરી રહ્યા છે. જમીનની સીધી લૂંટ મચી છે. ભગવાન શ્રીરામ આસ્થા, વિશ્વાસ, મર્યાદા અને સનાતનના પ્રતિક છે. પરંતુ ભાજપના લોકો તેમના નામ ઉપર પણ લૂંટનો ધંધો ચલાવે છે. પ્રધાનમંત્રીજી જણાવે કે તમે તમારું મોઢું ક્યારે  ખોલશો? પ્રધાનમંત્રીએ એ પણ જણાવવું જોઈએ કે (તેઓ) ફાળાની લૂંટ અને જમીનની લૂંટની તપાસ ક્યારે કરાવશે? કોંગ્રેસના આ દાવા પર હાલ ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news