જગમોહન ડાલમિયાના પુત્ર અભિષેક સીએબીના અધ્યક્ષ બન્યા, સ્નેહાશીષ ગાંગુલી સચિવ
સીએબીની બેઠકમાં અભિષેક ડાલમિયાને બિનહરીફ અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશીષ ગાંગુલી નવા સચિવ તરીકે ચૂંટાયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ જગમોહન ડાલમિયાના પુત્ર અભિષેક ડાલમિયાની બુધવારે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલ (CAB)ના નવા અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા બાદથી આ પદ ખાલી હતું.
એએનઆઈ પ્રમાણે, સીએબીની બેઠકમાં અભિષેક ડાલમિયાને બિનહરીફ અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશીષ ગાંગુલી નવા સચિવ તરીકે ચૂંટાયા છે. અભિષેક આ પહેલા સીએબીમાં સચિવ પદ સંભાળી રહ્યાં હતા, જ્યારે ગાંગુલી અધ્યક્ષ હતા. પાછલા વર્ષે ઓક્ટોબરમાં ગાંગુલીએ બીસીસીઆઈના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી હતી.
BCCI President Sourav Ganguly with newly-appointed president and secretary of Cricket Association of Bengal (CAB), Avishek Dalmiya (middle) and Snehasish Ganguly (right) respectively. https://t.co/rlUn5Yy52E pic.twitter.com/kRy1o8KqFn
— ANI (@ANI) February 5, 2020
સ્નેહાશીષ બંગાળ માટે રણજી ક્રિકેટ રમી ચુક્યા છે. તેમણે કરિયરમાં 59 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં કુલ 2534 રન બનાવ્યા છે. તેમણે 6 સદી અને 11 અડધી સદી ફટકારી હતી. પરંતુ તેઓ પોતાના કરિયરમાં ક્યારેય આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યા નથી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે