Maharashtra: પવારની ઘરે યોજાયેલી બેઠકમાં નિર્ણય, રાજીનામું નહીં આપે અનિલ દેશમુખ
પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલીના આરોપો બાદ અઘાડી સરકારમાં હલમલ શરૂ થઈ ગઈ છે. તેવામાં એનસીપી પ્રમુખ શરદ પવારના નિવાસ્થાને વરિષ્ઠ નેતાઓની મહત્વની બેઠક મળી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે રવિવારે દિલ્હીમાં એનસીપી ચીફ શરદ પવાર (Sharad Power) ના ઘરે અઘાડી ગઠબંધનની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ તરફથી કમલનાથ સામેલ થયા હતા. આ પહેલા શિવસેના નેતા સંજય રાઉત (Sanjay Raut) એ પવાર સાથે મુલાકાત કરી હતી. શરદ પવારના ઘરે યોજાયેલી બેઠક બાદ જયંત પાટીલે કહ્યુ કે, ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની જરૂર નથી. તેમણે કહ્યું કે, જે પણ દોષી હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. એટીએસ અને એનઆઈએ તપાસ કરી રહી છે.
જયંત પાટીલે કહ્યુ કે, રાજ્ય સરકાર સારી રીતે તપાસ કરશે, કોઈ પણ અધિકારી કેટલો મોટો ન હોય. તે સરકારનો નિશ્ચય છે. આ પત્રથી તપાસને વિચલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ દેશમુખના રાજીનામાની જરૂર નથી.
આ પણ વાંચોઃ Corona Latest Data: મહારાષ્ટ્રમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, 30 હજારથી વધુ કેસ, 99 મૃત્યુ
મહત્વનું છે કે શરદ પવારના આવાસ પર એનસીપી સાંસદ સુપ્રીયા સુલે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર હાજર હતા. આ સિવાય પ્રફુલ પટેલ અને જયંત પાટીલ જેવા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રની રાજનીતિને લઈને પવારના આવાસ પર યોજાયેલી બેઠક ત્રણ કલાક ચાલી હતી. બેઠક બાદ જયંત પાટીલે કહ્યુ કે, અનિલ દેશમુખના રાજીનામાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર 100 કરોડની વસૂલીના આરોપો બાદ અઘાડી સરકારમાં હલચલ તેજ છે. તેવામાં એનસીપી ચીફ સાથે નેતાઓની બેઠકનું ખાસ મહત્વ છે.
આ વચ્ચે પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર જૂલિયો રિબેરોએ કહ્યુ કે, ગૃહમંત્રી અનિલ દેશમુખ અને પરમબીર દ્વારા લગાવવામાં આરોપોની કોઈ તપાસ કરશે નહીં. મહારાષ્ટ્રના ડીઆઈજી શિવદીપ લાંડેએ ફેસબુક પોસ્ટ પર લખ્યુ કે મનસુખ હિરેન હત્યાકાંડનું રહસ્ય ઉકેલાય ગયું છે. પરંતુ પાર્ટી કે સરકાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે