રાજ્ય સરકારથી ખુબ નારાજ મહારાષ્ટ્રના DGP હવે જશે કેન્દ્ર સરકાર પાસે, જાણો શું છે મામલો

મહારાષ્ટ્ર(Maharashtra)ના ડીજીપી(DGP) સુબોધ જયસ્વાલ મહારાષ્ટ્ર સરકારથી ખુબ નારાજ છે અને હવે તેઓ કેન્દ્ર સરકાર પાસે જવાના છે. વાત જાણે એમ છે કે સપ્ટેમ્બર મહિનામાં જ લગભગ 50 સિનિયર પોલીસ ઓફિસરોની બદલી કરી નાખવામાં આવી. ત્યારબાદ નીચલા સ્તરના ઓફિસરોની બદલી કરાઈ.
રાજ્ય સરકારથી ખુબ નારાજ મહારાષ્ટ્રના DGP હવે જશે કેન્દ્ર સરકાર પાસે, જાણો શું છે મામલો

નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra)ના ડીજીપી(DGP) સુબોધ જયસ્વાલ મહારાષ્ટ્ર સરકારથી ખુબ નારાજ છે અને હવે તેઓ કેન્દ્ર સરકાર પાસે જવાના છે. વાત જાણે એમ છે કે સપ્ટેમ્બર મહિનામાં જ લગભગ 50 સિનિયર પોલીસ ઓફિસરોની બદલી કરી નાખવામાં આવી. ત્યારબાદ નીચલા સ્તરના ઓફિસરોની બદલી કરાઈ.

સૂત્રોના જણાવ્યાં મુજબ DGPના અભિપ્રાયને ધ્યાનમાં લીધા વગર અને અનેક સિનિયર ઓફિસરોની પોતાનું ધાર્યું કરીને કરવામાં આવી રહેલી બદલીઓથી નારાજ મહારાષ્ટ્ર પોલીસ વડા ડીજીપી સુબોધ જયસ્વાલે મહારાષ્ટ્ર છોડવાનો નિર્ણય લીધો છે અને તેમને રાજ્ય સરકાર તરફથી લીલી ઝંડી પણ મળી ગઈ છે. 

RAWમાં અનેક વર્ષો સુધી કામ કરી ચૂકેલા સુબોધ જયસ્વાલને નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે NSGના ડીજી તરીકેનું પોસ્ટિંગ મળી શકે છે. અત્રે જણાવવાનું કે બદલીની મનમાની અને મહારાષ્ટ્ર સરકારનો રાજકીય હસ્તક્ષેપ ફક્ત પોલીસ વિભાગમાં જ નહીં પરંતુ બીજા વિભાગોમાં પણ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news