મહારાષ્ટ્ર દુર્ઘટના: 'અચાનક વોટ્સએપ ગ્રુપ પર સન્નાટો પ્રસર્યો... ખબર પડી કે 33 મિત્રોના મોત થયા'

મહાબળેશ્વર પિકનિક મનાવવા જઈ રહેલા 34 લોકો એક બસ દુર્ઘટનાનો ભોગ બન્યા અને તેમાંથી 33 લોકો કાળના ખપ્પરમાં હોમાઈ ગયાં.

મહારાષ્ટ્ર દુર્ઘટના: 'અચાનક વોટ્સએપ ગ્રુપ પર સન્નાટો પ્રસર્યો... ખબર પડી કે 33 મિત્રોના મોત થયા'

મુંબઈ: મહાબળેશ્વર પિકનિક મનાવવા જઈ રહેલા 34 લોકો એક બસ દુર્ઘટનાનો ભોગ બન્યા અને તેમાંથી 33 લોકો કાળના ખપ્પરમાં હોમાઈ ગયાં. આ કરૂણાંતિકાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. દાપોલી એગ્રિકલ્ચર યુનિવર્સિટીના કેટલાક લોકો એવા પણ હતા જેઓ કોઈ કારણસર આ પિકનિકમાં જોડાઈ શક્યા નહતાં. તેમના માટે પોતાના મિત્રોના મોતના સમાચાર કોઈ આઘાતથી કમ નહતાં. આવા જ એક વ્યક્તિ હતાં પ્રવીણ રણદીવે. તેઓ પણ શનિવારે મહાબળેશ્વર જવા માટે તૈયારીઓ કરી રહ્યાં હતાં પરંતુ તબિયત ખરાબ થતા જઈ શક્યા નહીં. પરંતુ પિકનિકની દરેક અપડેટ ખુબ ઉત્સુકતાથી માણી રહ્યાં હતાં. તેમના કહેવા મુજબ અચાનક વોટ્સએપ ગ્રુપ પર સન્નાટો છવાઈ ગયો. બપોરે લગભગ 12.30 વાગે પ્રવીણને જાણવા મળ્યું કે જે બસમાં તેના મિત્રો જઈ હતાં તે પોલડપુર નજીક એક ખાઈમાં પડી. બસમાં 34 લોકો સવાર હતાં. જેમાંથી 33ના મોત થઈ ગયાં. આ જે એક વ્યક્તિ બચી ગઈ તે હતાં પ્રકાશ સાવંત. તેમણે આ દુર્ઘટના અંગેની વિગતો પણ મીડિયા સામે રજુ કરી. અત્રે જણાવવાનું કે હાલ 25 મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મળી છે. VIDEO મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, મીની બસ ખાઈમાં ખાબકતા 33 લોકોના દર્દનાક મોત

પ્રવીણે મીડિયાને જણાવ્યું કે તેઓ સવારે 6 વાગે નીકળ્યા હતાં પરંતુ જ્યારે તેમણે મને બોલાવ્યો તો મેં કહ્યું કે મારી તબિયત સારી નથી તો હું આવી શકીશ નહીં. ત્યારબાદ પ્રવીણના મિત્રોએ વોટ્સએપ ગ્રુપ પર મુસાફરીની તસવીરો મોકલવાની શરૂ કરી દીધી હતી. છેલ્લો મેસેજ 9.30 મિનિટ પર આવ્યો હતો. તેઓ કદાચ નાશ્તો કરવા માટે ક્યાંક રોકાવવાના હતાં. પરંતુ મેં જ્યારે તેમને મેસેજ કર્યો તો કોઈ જવાબ આવ્યો નહીં. અમને દુર્ઘટના વિશે લગભગ 12.30 વાગે જાણવા મળ્યું. 

મૃતકોની ઉંમર 30-35 વર્ષ
રણદીવનું કહેવું છે કે મૃતકોમાં સામેલ લોકોની ઉંમર 30થી 45ની વચ્ચે હતી. તેમાંથી અનેક તો એવા પણ હતાં જેમના લગ્ન થયા નહતાં. આ ભયાનક અકસ્માતમાં પ્રકાશ સાવંત નામના વ્યક્તિનો જીવ બચી ગયો હતો. 

એક માત્ર જીવિત વ્યક્તિએ શું કહ્યું?
પોલાડપુરમાં સાવંતે મીડિયાને જણાવ્યું કે કિચ્ચડ અને પથ્થરો ખસવાના કારણે બસનું ટાયર લપસ્યું અને ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યો. જેના કારણે આ દુર્ઘટના થઈ. તે ઘાટીમાંથી સુરક્ષિત રીતે ચઢીને ઉપર આવ્યો અને આ દુર્ઘટનાની સૂચના 10.30 વાગે યુનિવર્સિટી અને પોલીસને આપી. રાયગઢ પોલીસ નિયંત્રણ કક્ષના અધિકારી પીડી પાટિલના જણાવ્યાં મુજબ બસ એક વીકલી પિકનિક મનાવવા મહાબળેશ્વર જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના થઈ. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળ પર મૃતકોના શબ કાઢવા માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એજન્સીના જણાવ્યાં મુજબ માર્યા ગયેલામાંથી 25 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. 

(બસમાં સવાર લોકોની અકસ્માત પહેલાની તસવીર)

યુનિવર્સિટીમાં સહાયક નિર્દેશક અને એક માત્ર જીવિત બચેલા પ્રકાશ સાવંતે કહ્યું કે હું બહાર આવવામાં સફળ રહ્યો. ત્યારબાદ મેં કોંકણ કૃષિ વિશ્વવિદ્યાલયના ડોક્ટર બાળાસાહેબ સાવંત અને પોલીસને ફોન કરીને સૂચના આપી. તેમણે કહ્યું કે 500થી વધુ ફૂટ ઉપર ચઢવાનું હતું. આ સાથે જ ઘાટીમાં મોબાઈલ ફોનના સિગ્નલ પણ મળતા નહતાં. તેમણે કહ્યું કે ઉપર રસ્તા સુધી પહોંચ્યા બાદ હું મોબાઈલ રેન્જમાં પહોંચ્યો અને ત્યારબાદ મેં પોલીસ અને વિશ્વવિદ્યાલય પ્રશાસનને ફોન કર્યાં. 

અત્રે જણાવવાનું કે આ ઘટના અંગે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. પીએમઓના ટ્વિટર હેન્ડલ પર પીએમ મોદી તરફથી લખવામાં આવ્યું કે મહારાષ્ટ્રના રાયગઢમાં થયેલા બસ અકસ્માતમાં લોકોના મોતથી ખુબ દુખી છું. જીવ ગુમાવનારાઓના પરિવાર પ્રત્યે મારી પૂરી સહાનૂભુતિ છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news