મહારાષ્ટ્રઃ રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ શિવસેના પહોંચી સુપ્રીમ કોર્ટ

અરજીમાં આરોપ લગાવાયો છે કે, રાજ્યપાલ ભાજપના ઈશારા પર કામ કરી રહ્યા છે. તેમને સરકારની રચના માટે પુરતો સમય આપવામાં આવ્યો નથી. રાજ્યપાલે ભાજપને ટેકો મેળવવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. જેની સામે શિવસેનાને એનસીપી અને કોંગ્રેસનો ટેકો મેળવવા માટે માત્ર 24 કલાકનો સમય મળ્યો હતો.

મહારાષ્ટ્રઃ રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ શિવસેના પહોંચી સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ શિવસેના રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. શિવસેનાએ રાજ્યપાલના એ નિર્ણયને પડકાર ફેંક્યો છે જેમાં રાજ્યપાલે શિવસેનાને વધુ સમય આપવાની માગણી ફગાવી દીધી હતી. શિવસેનાએ રાજ્યપાલ સમક્ષ માગ કરી હતી કે એનસીપી અને કોંગ્રેસનો ટેકો હોવાને પત્ર લાવવા માટે તેને ત્રણ દિવસનો સમય આપવામાં આવે. શિવસેનાએ રાજ્યપાલ પાસે વધુ 48 કલાક માગ્યા હતા, જેને આપવાનો રાજ્યપાલે ઈનકાર કરી દીધો હતો. 

અરજીમાં આરોપ લગાવાયો છે કે, રાજ્યપાલ ભાજપના ઈશારા પર કામ કરી રહ્યા છે. તેમને સરકારની રચના માટે પુરતો સમય આપવામાં આવ્યો નથી. રાજ્યપાલે ભાજપને ટેકો મેળવવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. જેની સામે શિવસેનાને એનસીપી અને કોંગ્રેસનો ટેકો મેળવવા માટે માત્ર 24 કલાકનો સમય મળ્યો હતો. શિવસેનાએ સુપ્રીમ કોર્ટને આ મામલે વહેલી સુનાવણી કરવાની વિનંતી કરી છે. 

સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે મુખ્ય ન્યાયાધિશને પુછ્યું છે કે, અરજીની સુનાવણી માટે કઈ તારીખે લિસ્ટ કરવી છે. સૂત્રો અનુસાર આ અગાઉ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ અને અહેમદ પટેલનો પણ સંપર્ક કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ શિવસેના તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલો રજુ કરશે. 

આ અગાઉ, એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે એનસીપી વિધાયક દળની બેઠક આજે યોજાઈ જેમાં 54 ધારાસભ્યો હાજર રહ્યાં. એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો જે મુજબ નિર્ણય લેવાનો અધિકાર શરદ પવારને આપવામાં  આવ્યો જેમણે એક સમિતિ બનાવીને તેના પર નિર્ણય લેવાની વાત કરી છે. કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ મુંબઈ આવી રહ્યાં છે. 5 વાગે કોંગ્રેસ સાથે બેઠક કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news