મહારાષ્ટ્ર: NCPનો દાવો, રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી નથી, અમારી પાસે હજુ પણ સમય
મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. એમાં પણ સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી દીધી છે. ત્યારપછી તો રાજકીય ગરમાવો વધી ગયો છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. એમાં પણ સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી દીધી છે. ત્યારપછી તો રાજકીય ગરમાવો વધી ગયો છે. શિવસેનાએ તો એટલે સુધી કહી દીધુ છે કે જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું તો તે સુપ્રીમ કોર્ટ જશે. ઉદ્ધવ ઠાકરેએ આ માટે કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે વાત પણ કરી છે. આ બાજુ એનસીપી નેતા નવાબ મલિકે આજે પાર્ટી વિધાયકોની જે બેઠકે તે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી. તેમણે કહ્યું કે આ અંગે નિર્ણય લેવાનો અધિકાર શરદ પવારને આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણોના અહેવાલો અંગે તેમણે એવો પણ દાવો કરતા કહ્યું કે આવા અહેવાલ પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે આ અંગે રાજભવને ખુલાસો કરતા કહ્યું કે રાજ્યપાલ તરફથી આવી કોઈ ભલામણ કરાઈ નથી.
Nawab Malik, NCP: Today NCP meeting was held. All 54 MLAs were present. It has been decided that looking at the uncertainty in the state, we'll empower Sharad Pawar ji to take a decision on alternative govt.A committee will be formed for the same which will be led by Sharad Pawar pic.twitter.com/c9tOLG6NEY
— ANI (@ANI) November 12, 2019
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે એનસીપી વિધાયક દળની બેઠક આજે યોજાઈ જેમાં 54 ધારાસભ્યો હાજર રહ્યાં. એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો જે મુજબ નિર્ણય લેવાનો અધિકાર શરદ પવારને આપવામાં આવ્યો જેમણે એક સમિતિ બનાવીને તેના પર નિર્ણય લેવાની વાત કરી છે. કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ મુંબઈ આવી રહ્યાં છે. 5 વાગે કોંગ્રેસ સાથે બેઠક કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
જુઓ LIVE TV
નવાબ મલિકે કહ્યું કે ત્રણેય પાર્ટીઓના સાથ વગર સરકાર બની શકે તેમ નથી. પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે જો ત્રણેય પાર્ટીઓ સરકાર બનાવવા માંગે છે, બધા લોકો જ્યાં સુધી સત્તામાં સહભાગી નહીં થાય ત્યાં સુધી મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર બની શકે નહીં. તેમણે એવો દાવો પણ કર્યો કે રાજ ભવનથી એવો ખુલાસો આવ્યો છે કે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કે નિર્ણય હજુ સુધી લેવાયો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે