એક સમયે આ કોંગ્રેસ MLAના રાહુલ ગાંધી સાથે લગ્નની થતી હતી અટકળો, હવે અચાનક આવ્યાં ચર્ચામાં 

રાજકુમારી રત્ના સિંહે હાલમાં જ સીએમ યોગીની અધ્યક્ષતામાં ભાજપની સદસ્યતા મેળવી. હવે રાયબરેલીથી ધારાસભ્ય અદિતિ સિંહ (Aditi Singh)એ 17 ઓક્ટોબરના રોજ સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી.

એક સમયે આ કોંગ્રેસ MLAના રાહુલ ગાંધી સાથે લગ્નની થતી હતી અટકળો, હવે અચાનક આવ્યાં ચર્ચામાં 

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં જે પેટાચૂંટણી થઈ રહી છે તે અગાઉ જ પ્રદેશના રાજકારણમાં હલચલ શરૂ થઈ ગઈ છે. રાજકુમારી રત્ના સિંહે હાલમાં જ સીએમ યોગીની અધ્યક્ષતામાં ભાજપની સદસ્યતા મેળવી. હવે રાયબરેલીથી ધારાસભ્ય અદિતિ સિંહ (Aditi Singh)એ 17 ઓક્ટોબરના રોજ સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. આ એ જ આદિતિ સિંહ છે જેમના માટે એવું કહેવાતું હતું કે તેઓ જ રાહુલ ગાંધીની દુલ્હન બનશે. જો કે આ તો માત્ર એક અટકળ બનીને રહી  ગઈ. સીએમ સાથે અદિતિ સિંહની મુલાકાત બાદ રાજકારણમાં ફરી એક વાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે પાર્ટીથી નારાજ અદિતિ સિંહ ભાજપમાં જોડાશે કે શું. 

આ દરમિયાન અદિતિ સિંહે સીએમ યોગીના ખુબ વખાણ પણ કર્યાં. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિકાસ કાર્યોને લઈને હંમેશા તત્પર રહે છે અને વિપક્ષના ધારાસભ્યોને પણ વિકાસના મુદ્દે પૂરેપૂરું મહત્વ આપે છે. 

અદિતિ સિંહે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના વિધાનસભા ક્ષેત્રના વિકાસ કાર્યોના મુદ્દે જ સીએમ યોગી આદિત્યનાથને મળવા માટે આવ્યાં હતાં. આ બાજુ અદિતિ સિંહને કોંગ્રેસે આપેલી કારણ બતાવો નોટિસ અંગે પૂછ્યું તો તેમણે તેને પાર્ટી અને પોતાનો અંગત મુદ્દો ગણાવી દીધો હતો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશ સરકારે ગાંધી જયંતી પર વિધાનમંડળનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ આ સત્રનો બહિષ્કાર કર્યો હતો પરંતુ પ્રિયંકા ગાંધીની નીકટ ગણાતા લોકોમાં સામલે એવા અદિતિ સિંહે પાર્ટી દ્વારા 36 કલાકના વિધાનસભા સત્રનો બહિષ્કાર કર્યો હોવા છતા તેમણે સત્રમાં ભાગ લીધો હતો. હવે કોંગ્રેસ અદિતિ સિંહ  વિરુદ્ધ કાર્યવાહી કરવાને લઈને અસમંજસની સ્થિતિમાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news