શિવરાજ સરકારનો મોટો નિર્ણય, હવે માત્ર આ એક મેરિટથી જ મળી જશે સરકારી નોકરી 

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan)  એક બાદ એક મોટા નિર્ણય લઈ રહ્યાં છે. યુવાઓને શાસકીય નોકરી આપવાના નિર્ણય બાદ શિવરાજ સિંહ ચૌહાણે કેન્દ્ર સરકાર તરપથી એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યું કે કેન્દ્રની નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (NRA) દ્વારા પસંદગી પામનારા રાજ્યના યુવાઓએ બીજી કોઈ પ્રવેશ પરીક્ષા આપવી પડશે નહીં. 
શિવરાજ સરકારનો મોટો નિર્ણય, હવે માત્ર આ એક મેરિટથી જ મળી જશે સરકારી નોકરી 

ભોપાલ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan)  એક બાદ એક મોટા નિર્ણય લઈ રહ્યાં છે. યુવાઓને શાસકીય નોકરી આપવાના નિર્ણય બાદ શિવરાજ સિંહ ચૌહાણે કેન્દ્ર સરકાર તરપથી એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યું કે કેન્દ્રની નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (NRA) દ્વારા પસંદગી પામનારા રાજ્યના યુવાઓએ બીજી કોઈ પ્રવેશ પરીક્ષા આપવી પડશે નહીં. 

હવે પ્રદેશના યુવાઓએ NRAની પરીક્ષાના માર્ક્સ (Marks) ના આધારે બનતા મેરિટ લિસ્ટ(Merit list) દ્વારા જ રાજ્યમાં નોકરી મળી જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે મધ્ય પ્રદેશ, એનઆરએ (NRA) દ્વારા ભરતી કરાવવાનો નિર્ણય લેનારું પહેલું રાજ્ય છે. તેનાથી પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ (Professional Examination Board)નું કામ અડધાથી પણ ઓછું થઈ જશે. 

प्रदेश की शासकीय नौकरियों के लिए युवाओं को अलग से कोई परीक्षा देने की आवश्यकता नहीं होगी।#NRA द्वारा आयोजित परीक्षा में प्राप्त अंकों के आधार पर ही इन्हें प्रदेश की शासकीय नौकरियां मिलेंगी।

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 20, 2020

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરીને કહ્યું કે આપણા યુવા દીકરા-દીકરીઓના કલ્યાણ માટે અમે એક વધુ અનોખો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. પ્રદેશની શાસકીય નોકરીઓ માટે યુવાઓએ અલગથી કોઈ પરીક્ષા આપવી જરૂરી નથી. એનઆરએ દ્વારા આયોજિત પરીક્ષામાં પ્રાપ્ત અંકોના આધારે જ તેમને પ્રદેશમાં શાસકીય નોકરી મળશે. 

મુખ્યમંત્રીએ આગળ લખ્યું કે મધ્ય પ્રદેશની શાસકીય નોકરી પર ફક્ત પ્રદેશના યુવાઓનો જ હક રહેશે. અમે એ પહેલેથી નક્કી કરી દીધુ છે. હવે તમારે વાંરવાર પરીક્ષાઓના કારણે થનારા નિરર્થક વ્યય અને ધક્કાફેરામાંથી પણ મુક્તિ મળી જશે. મારા બાળકો તમારું જીવન આનંદમયી અને સારું બને, એ જ મારી પ્રાથમિકતા છે. 

देश के दूसरे राज्य भी मध्यप्रदेश की इस पहल को अपनाकर अपने प्रदेश के बेटे-बेटियों को बड़ी राहत दे सकते हैं।

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 20, 2020

મુખ્યમંત્રીએ કહ્યું કે એનઆરએ દ્વારા  આયોજિત પરીક્ષાઓમાં પ્રાપ્ત અંકોના આધારે જ નોકરી દેવાનો અભૂતપૂર્વ નિર્ણય લેનારું મધ્ય પ્રદેશ પહેલું રાજ્ય છે. તેનાથી યુવાઓનું જીવન સહજ, સુગમ બનશે. દેશના બીજા રાજ્ય પણ મધ્ય પ્રદેશની જેમ આ પહેલને અપનાવીને પ્રદેશના દીકરા-દીકરીઓને મોટી રાહત આપી શકે છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી ચૌહાણે આ અગાઉ રાજ્યમાં સરકારી નોકરી ફક્ત રાજ્યના યુવાઓ અને વિદ્યાર્થીઓને આપવાની જાહેરાત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news