મુંગેર હિંસા: CISF ના ઈન્ટરનલ રિપોર્ટથી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

બિહારના મુંગેરમાં 26 ઓક્ટોબરની રાતે દુર્ગા પ્રતિમાના વિસર્જન દરમિયાન થયેલા હોબાળાને લઈને મોટો ખુલાસો થયો છે.

મુંગેર હિંસા: CISF ના ઈન્ટરનલ રિપોર્ટથી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

પટણા: બિહારના મુંગેર (Munger) માં 26 ઓક્ટોબરની રાતે દુર્ગા પ્રતિમાના વિસર્જન દરમિયાન થયેલા હોબાળાને લઈને મોટો ખુલાસો થયો છે. બિહાર પોલીસે દાવો કર્યો હતો કે હોબાળો કરી રહેલા લોકોએ ફાયરિંગ કર્યું હતું. જ્યારે CISFના ઈન્ટરનલ રિપોર્ટ મુજબ ફાયરિંગ મુંગેર પોલીસે કર્યું હતું. 

ઝી ન્યૂઝ પાસે CISFનો એક્સક્લુઝિવ રિપોર્ટ
ઝી ન્યૂઝ પાસે CISF ના એક્સક્લુઝિવ રિપોર્ટની કોપી છે. જેમાં કહેવાયું છે કે જ્યારે ભીડ બેકાબૂ થવા લાગી તો મુંગેર પોલીસે વિસર્જનના જૂલુસ દરમિયાન હવાઈ ફાયરિંગ કર્યું હતું. રિપોર્ટ મુજબ 26 ઓક્ટોબરની રાતે 11.20 વાગે CISFના 20 જવાનોની ટુકડી, મુંગેર પોલીસ મથકના કહેવા પર મૂર્તિ વિસર્જનની સુરક્ષા ડ્યૂટી માટે જિલ્લા શાળા સ્થિત કેમ્પથી મોકલવામાં આવી હતી. 

શ્રદ્ધાળુઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો
રિપોર્ટ મુજબ રાજ્ય પોલીસે આ 20 જવાનોને 10-10ના બે ગ્રુપમાં વહેંચી દીધા. જેમાંથી એક ગ્રુપ SSB અને બિહાર પોલીસના જવાનોની સાથે દીનદયાળ ઉપાધ્યાય ચોક પર તૈનાત કરાયા. રાતે લગભગ 11.45 વાગે વિસર્જન યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ અને લોકલ પોલીસ વચ્ચે વિવાદ શરૂ થયો. જેના કારણે કેટલાક શ્રદ્ધાળુઓએ પોલીસ અને સુરક્ષાદળો પર પથ્થરમારો શરૂ કર્યો હતો. 

લોકલ પોલીસે સૌથી પહેલા કર્યું ફાયરિંગ-CISF
હાલાતને કાબૂમાં કરવા માટે લોકલ પોલીસે સૌથી પહેલા હવામાં ફાયરિંગ કર્યું હતું. જેના કારણે શ્રદ્ધાળુઓ વધુ ઉગ્ર બની ગયા અને પથ્થરમારો વધુ કરવા લાગ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલાતને બેકાબૂ થતા જોઈને CISFના હેડ કોન્સ્ટેબલ એમ ગંગૈયાએ પોતાની ઈન્સાસ રાયફલથી 5.56 એમએમની 13 ગોળીઓ હવામાં ફાયરિંગ કરી. જેના કારણે ઉગ્ર થયેલી  ભીડ વેરવિખેર થઈ ગઈ. ત્યારબાદ CISF જવાનોની સાથે એસએસબી અને પોલીસના જવાનો પોતાના કેમ્પમાં સુરક્ષિત પાછા ફરી શક્યા. 

CISFના ડીઆઈજીએ તૈયાર કર્યો છે રિપોર્ટ
CISFના ઈન્ટરનલ રિપોર્ટમાં આ ઘટનાને હવાઈ ફાયર કહેવાયો છે. આ રિપોર્ટને CISFના પટણા સ્થિત ઈસ્ટ રેન્જના ડીઆઈજીએ તૈયાર કર્યો છે. તેમણે 27 ઓક્ટોબરના રોજ આંતરિક રિપોર્ટ તૈયાર કરીને ઈસ્ટ ઝોનના આઈજી અને દિલ્હી સ્થિત મુખ્યાલયને મોકલી દીધો. આ રિપોર્ટમાં વિવાદ કયા કારણે થયો, ઘાયલો અને જીવ ગુમાવનારા લોકોને કોની ગોળી વાગી તથા ઘટના માટે કોણ જવાબદાર છે તે અંગે જાણકારી આપવામાં આવી છે. ચૂંટણી પંચે આ સમગ્ર કેસની તપાસ મગધ ડિવિઝનલ કમિશનર અસંગબા ચુબાને સોંપી છે. 

શિવસેનાએ ભાજપ પર સાધ્યું નિશાન
મુંગેરમાં શ્રદ્ધાળુઓ પર પોલીસ લાઠીચાર્જની ઘટના પર શિવસેનાએ બિહાર સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે આ હિન્દુત્વ પર હુમલો છે. પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં જો આમ થાત તો ત્યાના રાજ્યપાલ અને નેતાઓ કહી દેત કે સરકાર હિન્દુત્વ વિરોધી છે અને રાષ્ટ્રપતિ શાસનની માગણી કરત. પરંતુ મુંગેરની ઘટના પર ન તો રાજ્યપાલ કે ન તો ભાજપે સવાલ ઉઠાવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news