Maharashtra Live Updates : ભાજપની પાટલી પર જઈને બેસી ગયેલા અજિત પવારને પડી શકે છે મોટો ફટકો
મહારાષ્ટ્ર (Maharashtra)માં શનિવારે સવારે બનેલા નાટકીય ઘટનાક્રમમાં જે રીતે નવી સરકારનું ગઠન થયું છે એનાથી એનસીપી (NCP) હલી ગઈ છે. અજિત પવાર (Ajit Pawar)ના સમર્થનથી બનેલી આ સરકાર સામે એનસીપીમાં ભારે રોષ છે. સુત્રો પાસે મળતી માહિતી પ્રમાણે પક્ષની સાંજે 4.30 કલાકે યોજનારી ધારાસભ્ય દળની બેઠકમાં અજિત પવારને ધારાસભ્ય દળના નેતાના પદ પરથી હટાવવામાં આવી શકે છે.
Trending Photos
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં શનિવારે સવારે બનેલા નાટકીય ઘટનાક્રમમાં જે રીતે નવી સરકારનું ગઠન થયું છે એનાથી એનસીપી (NCP) હલી ગઈ છે. અજિત પવાર (Ajit Pawar)ના સમર્થનથી બનેલી આ સરકાર સામે એનસીપીમાં ભારે રોષ છે. સુત્રો પાસે મળતી માહિતી પ્રમાણે પક્ષની સાંજે 4.30 કલાકે યોજનારી ધારાસભ્ય દળની બેઠકમાં અજિત પવારને ધારાસભ્ય દળના નેતાના પદ પરથી હટાવવામાં આવી શકે છે.
એનસીપી ચીફ શરદ પવારે (sharad pawar) ધારાસભ્ય દળની આ બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ ધારાસભ્યો ભાગ લેશે કે નહીં એ સ્પષ્ટ નથી કારણ કે ભાજપ નેતા ગીરિશ મહાજને દાવો કર્યો છે કે તમામ એનસીપી ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે. અજિત પવારે રાજ્યપાલને ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી સોંપી છે. અજિત પવાર એનસીપી ધારાસભ્ય દળના નેતા છે અને એનો સીધો અર્થ છે કે એનસીપીના તમામ ધારાસભ્યોનું સમર્થન તેમને મળી રહ્યું છે.
Girish Mahajan,BJP: We will prove our majority with support of over 170 MLAs. Ajit Pawar has given a letter to Governor about support of his MLAs and as he is legislative party leader of NCP, which means all NCP MLAs have supported us
#Maharashtra pic.twitter.com/shVRc0HmWy
— ANI (@ANI) November 23, 2019
શરદ પવારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ભાજપને ટેકો આપવાનો નિર્ણય અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય છે, એનસીપીનો નહીં. શરદ પવારની આ ટ્વિટ પરથી એવો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે ભત્રીજા શરદ પવારે કાકા શરદ પવારને વિશ્વાસમાં લીધા વગર ભાજપને ટેકો આપવાનો નિર્ણય લઈને તેમની પીઠમાં ખંજર માર્યુ છે.
મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે.
LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે