જમ્મુ કાશ્મીરમાં હેવ કોરોનાનો આતંક, PAK સેના અને આતંકવાદીઓનું મોટું ષડયંત્ર

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ હવે કોરોના વાયરસને હથિયાર તરીકે ઉપયોગ કરવાનું ષડયંત્ર કરી રહ્યાં છે. આ ષડયંત્ર પાક અધિકૃત કાશ્મીરમાં રચવામાં આવી રહ્યું છે અને તેમાં પાકિસ્તાની સેના પણ સામેલ છે. ગત સપ્તાહ કાશ્મીર ઘાટીમાં ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓએ આ જાણકારી આપી હતી.
જમ્મુ કાશ્મીરમાં હેવ કોરોનાનો આતંક, PAK સેના અને આતંકવાદીઓનું મોટું ષડયંત્ર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ હવે કોરોના વાયરસને હથિયાર તરીકે ઉપયોગ કરવાનું ષડયંત્ર કરી રહ્યાં છે. આ ષડયંત્ર પાક અધિકૃત કાશ્મીરમાં રચવામાં આવી રહ્યું છે અને તેમાં પાકિસ્તાની સેના પણ સામેલ છે. ગત સપ્તાહ કાશ્મીર ઘાટીમાં ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓએ આ જાણકારી આપી હતી.

પાકિસ્તાન સેનામાં કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની સેનાના 41 જવાન હાલના સમયે કોરોનાથી પ્રભાવિત છે. તેમને કોરોનાથી સંક્રમિત લોકો માટે બનાવેલી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. 

ત્યારે આ હોસ્પિટલ લાઇન ઓફ કંટ્રોલ પાસે આવેલી છે અને તેમના વિશે કોઈ માહિતી લીક ન થયા તેના પર નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોનાથી સંક્રમિત પાકિસ્તાની જવાનોની સંખ્યા 800ને પાર કરી ગઈ છે અને તેમાંથી સૌથી વધારે જવાનો એલઓશી પર તૈનાત છે. અહીંયા આતંકવાદીઓના લોંચિગ પેડ્સ આવેલા છે.

ભારતીય સેનાને જે સમાચા ચિંતામાં મુકી રહ્યાં છે તે પાકિસ્તાનની જવાનો દ્વાર આતંકવાદીઓનમો સંક્રમણની છે. પ્રાપ્ત સમાચાર અનુસાર મોચી સંખ્યામાં આતંકવાદીઓ પોકિસ્તાની સેનાના સંપર્કમાં આવવાના કારણે સંક્રમિત થઈ ચુક્યા છે. આ તંકવાદીઓને ક્વોરન્ટાઇન હોસ્પિટલમાં મોકલી આઇએસઆઇ ભારતીય સીમામાં મોકલવામાં આવી રહ્યા છે.

તેમને એવું જણાવામાં આવી રહ્યું છે કે, હવે તમારું બચવું મુશ્કેલ છે. તેથી મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપી મરો. તેમના દ્વારા કાશ્મીરમાં કોરોના સંક્રમણના કેસ વધી શકે છે. ગત સપ્તાહ દક્ષિણ કાશ્મીરમાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને ત્યારબાદ રાષ્ટ્રિય રાઈફલના વિક્ટર ફોર્સના જીઓસી મેજર જનરલએ સેનગુપ્તાએ સામાન્ય નાગરીકોને આતંકવાદીઓને ખાવાનું ન આપવા અપિલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news