પાકિસ્તાને કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, 5 લોકોના મોત, 600 લોકો થયા બેઘર

જમ્મૂ કાશ્મીરના ઉરી અને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સવારથી જ ફાયરિંગ ચાલુ છે. નૌશેરામાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં પાકિસ્તાન દ્વારા મોર્ટાર ફેંકવમાં આવ્યા, જેમાં એક નાગરિકને ગંભીર ઇજા પહોંચી છે. પાકિસ્તાન દ્વારા ઓટોમેટિક વેપન અને મોર્ટાર ફેંકવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાને કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, 5 લોકોના મોત, 600 લોકો થયા બેઘર

જમ્મૂ: જમ્મૂ કાશ્મીરના ઉરી અને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સવારથી જ ફાયરિંગ ચાલુ છે. નૌશેરામાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં પાકિસ્તાન દ્વારા મોર્ટાર ફેંકવમાં આવ્યા, જેમાં એક નાગરિકને ગંભીર ઇજા પહોંચી છે. પાકિસ્તાન દ્વારા ઓટોમેટિક વેપન અને મોર્ટાર ફેંકવામાં આવી રહ્યા છે. ગઇકાલથી અત્યાર સુધી બોર્ડર પર ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાન દ્વારા સતત બોર્ડર પર ફાયરિંગ દરમિયાન સેના પ્રમુખ બિપિન રાવત આજથી બે દિવસ જમ્મૂ-કાશ્મીરમાં રોકાશે. કેંદ્રએ રમઝાન પર આતંકવાદીઓ પર ગોળી ચલાવવા પર પ્રતિબંધ લગાવ્યા બદ જનરલ રાવતની આ પહેલી યાત્રા છે. આ દરમિયાન જનરલ રાવત જમ્મ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી થઇ રહેલા ફાયરિંગનું નિરિક્ષણ કરશે. 

ગત સાત દિવસોથી ચાલી રહેલા પાકિસ્તાન દ્વારા ફાયરિંગનો જવાબ બીએસએફ પણ યુદ્ધસ્તર પર આપી રહ્યો છે. બીએસએફના સૂત્રોના અનુસાર ભારતની જવાબી કાર્યવાહી ગત સાત દિવસોમાં પાકિસ્તાની આર્મીના આઠ રેંજર્સના મોત થયા છે. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં ઘણા રેંજર્સ અને ઘણા જવાન પર ઘાયલ થયા છે. બીએસએફના ફાયરિંગમાં ઘણા પાકિસ્તાની બંકર નષ્ટ થયા છે. પાકિસ્તાન સતત દ્વારા કરવામાં આવી રહેલા સીઝ ફાયરના ઉલ્લંઘના લીધે જમ્મૂ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે.

પાકિસ્તાન દ્વારા ફાયરિંગથી 600 ભારતીય બેઘર 
બોર્ડર પર પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ છે. બુધવારે સતત 9મા દિવસે પણ પાકિસ્તાન દ્વારા ગોળીબારી અને મોર્ટાર ફેંકાવાના લીધે અત્યાર સુધી 5 લોકોના મોત નિપજ્યા છે. એટલું જ નહી આ ભારે ગોળીબારીના લીધે 600 લોકોને ગામ છોડીને જતા રહ્યા છે. પાક સૈનિક જમ્મૂ, કાશ્મીર અને સાંબા જિલ્લામાં ભારતીય ચોકીઓ અને ઘરો પર ગોળીબારી કરી રહ્યાં છે. સાંબા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરના ઉલ્લંઘનમાં હવે બીએસએફના 3 જવાન ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા આ ફાયરિંગના લીધે બોર્ડર નજીક વસવાટ કરતા લોકોના ઘર તબાહ થઇ ગયા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news