ભારતના ખેડૂતોએ પાકિસ્તાનને 'રાતા પાણીએ રડાવ્યું', ખરેખર ભારે પડશે દુશ્મની

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાથી આખો દેશ ગુસ્સામાં છે. પુલવામા એટેકના કારણે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો છીનવાયા બાદ પાકિસ્તાનને બીજો ફટકો એ પડ્યો કે ભારતે પાકિસ્તાન નિકાસ થનારા સામાન પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 200 ટકા સુધી વધારી દીધી. આ કાર્યવાહી બાદ હવે પાકિસ્તાને ભારત તરફથી આયાત થતી વસ્તુઓ પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. પુલવામામાં પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકતથી સરકારની સાથે સાથે દેશના ખેડૂતોએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મધ્ય પ્રદેશના ઝાંબુઆના ખેડૂતોએ પોતાના ટામેટા પાકિસ્તાનને મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. સ્થિતિ એ છે કે હવે પાકિસ્તાનમાં ટામેટાની કિંમત લોકોને રડાવી રહી છે. 
ભારતના ખેડૂતોએ પાકિસ્તાનને 'રાતા પાણીએ રડાવ્યું', ખરેખર ભારે પડશે દુશ્મની

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાથી આખો દેશ ગુસ્સામાં છે. પુલવામા એટેકના કારણે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો છીનવાયા બાદ પાકિસ્તાનને બીજો ફટકો એ પડ્યો કે ભારતે પાકિસ્તાન નિકાસ થનારા સામાન પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 200 ટકા સુધી વધારી દીધી. આ કાર્યવાહી બાદ હવે પાકિસ્તાને ભારત તરફથી આયાત થતી વસ્તુઓ પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. પુલવામામાં પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકતથી સરકારની સાથે સાથે દેશના ખેડૂતોએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મધ્ય પ્રદેશના ઝાંબુઆના ખેડૂતોએ પોતાના ટામેટા પાકિસ્તાનને મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. સ્થિતિ એ છે કે હવે પાકિસ્તાનમાં ટામેટાની કિંમત લોકોને રડાવી રહી છે. 

भारत से दुश्‍मनी पड़ रही भारी, अब एक-एक टमाटर को तरस रहे पाकिस्तानी

ભારતમાં ટામેટાની કિંમત તો આપણે જાણીએ છીએ પરંતુ શું તમને પાકિસ્તાનમાં ટામેટાની કિંમત શું છે તે ખબર છે? હકીકતમાં પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન નિકાસ થનારા સામાનની બેઝિક કસ્ટમ ડ્યૂટીને 200 ટકા સુધી વધારી દીધી. જ્યારે દેશના અનેક ખેડૂતોએ ટામેટા પાકિસ્તાન નિકાસ કરવાની ના પાડી દીધી, ત્યારબાદ પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે લાહોરમાં ટામેટા 180 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ આસમાને જઈ રહ્યો છે. ટામેટાના વધતા ભાવોના કારણે ભારત-પાકિસ્તાનના સંબંધમાં ખટાસ છે. 

પાકિસ્તાનને ભારતની દુશ્મની ખુબ ભારે પડવાની છે  કારણ કે  અત્યાર સુધી ટામેટા ભારતથી આયાત થતા હતાં. ભારતે બેઝિક કસ્ટમ ડ્યૂટી વધારી તો ખેડૂતોએ પણ પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવ્યો છે. ખેડૂતોએ પોતાના ટામેટા પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી છે. 

પુલવામા એટેક બાદ તેઓ સરકારની પડખે છે. જો કે  ખેડૂતોએ આ માટે નુકસાન પણ સહન કરવું પડી શકે છે. પરંતુ દેશ હિત માટે ખેડૂતો નુકસાન ઉઠાવવા પણ તૈયાર છે. ઝાબુઆના ખેડૂતોએ મોદી સરકારને અપીલ કરી છે કે વિસ્તારના ટામેટાને વેચવા માટે ખાડી દેશો કે પછી અન્ય જગ્યાએ નવા બજારને શોધવામાં આવે. 

અત્રે જણાવવાનું કે વર્ષ 2017માં પણ બંને દેશો વચ્ચે વધતા તણાવના કારણે આપૂર્તિ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ લાહોર અને પંજાબ  પ્રાંતના કેટલાક ભાગોમાં ટામેટાની કિંમત વધીને 300 રૂપિયા કિલોના સ્તરે પહોંચી ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news