કૃષિ સંબંધિત બિલ લોકસભામાં પાસ, વિપક્ષનો વિરોધ અને હરસિમરતનું રાજીનામુ બેઅસર

બિલના ફાયદા ગણાવતા નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, બિલ ખેતીને નફામાં લાવનાર, ખેડૂતોને આઝાદી અપાવનાર છે. આ બિલથી ખેડૂતોને પોતાનો પાક કોઈપણ સ્થળે અને ગમે તે વ્યક્તિને વેચવાનો અધિકાર મળશે.
 

કૃષિ સંબંધિત બિલ લોકસભામાં પાસ, વિપક્ષનો વિરોધ અને હરસિમરતનું રાજીનામુ બેઅસર

નવી દિલ્હીઃ વિપક્ષ અને સહયોગી શિરોમણી અકાલી દળના વિરોધ વચ્ચે કૃષિ સાથે સંબંધિત બે બિલ લોકસભામાં પાસ કરાવવામાં મોદી સરકારને સફળતા મળી છે. કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય બિલ, 2020 અને ખેડૂત ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ પર કરાર બિલ, 2020 ગુરૂવારે નિચલા ગૃહમાંથી પસાર થઈ ગયા છે. પરંતુ સરકારે નુકસાન પણ ઉઠાવવુ પડ્યું છે. શિરોમણી અકાલી દળમાંથી મંત્રી હરસિમરન કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધું છે. તેઓ ફૂડ એન્ડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રી હતા. 

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, મોદી સરકારે કૃષિ ક્ષેત્ર માટે સૌથી વધુ બજેટની ફાળવણી કરી છે. તેમણે કહ્યું કે, વર્ષ 2009-10મા યૂપીએ સરકાર દરમિયાન કૃષિ મંત્રાલયનું બજેટ 1200 કરોડ રૂપિયા હતું અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેને વધારીને  1,34,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. 

બિલના ફાયદા ગણાવતા નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, બિલ ખેતીને નફામાં લાવનાર, ખેડૂતોને આઝાદી અપાવનાર છે. આ બિલથી ખેડૂતોને પોતાનો પાક કોઈપણ સ્થળે અને ગમે તે વ્યક્તિને વેચવાનો અધિકાર મળશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેનાથી ખાનગી રોકાણ ગામડા સુધી પહોંચશે અને રોજગાર વધશે. ખેડૂતો સારા પાક તરફ આકર્ષિત થશે. કૃષિ નિકાસને પ્રોત્સાહન મળશે. 

પીએમ મોદીએ કર્યું ટ્વીટ
 

— Narendra Modi (@narendramodi) September 17, 2020

— Narendra Modi (@narendramodi) September 17, 2020

અકાલી દળે કર્યો વિરોધ
લોકસભામાં બોલતા ગુરૂવારે સુખબીર સિંહ બાદલે સ્પષ્ટ કહ્યુ કે, શિરોમણી અકાલી દળ આ બિલનો આક્રમક વિરોધ કરે છે. દરેક બિલ જે દેશ માટે છે, દેશના કેટલાક ભાગ તેને પસંદ કરે છે, કેટલાક ભાગમાં તેનું સ્વાગત થતું નથી. કિસાનો માટે લાવવામાં આવેલા ત્રણ બિલથી પંજાબના 20 લાખ અમારા કિસાનો પ્રભાવિત થવા જઈ રહ્યાં છે. 30 હજાર આડત, 30 લાખ બજાર મજૂર, 20 લાખ ખેત મજૂર તેનાથી પ્રભાવિત થવા જઈ રહ્યાં છે. અકાલી દળ સિવાય પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહની સરકારે પણ મોદી સરકારની આ બિલને લઈને ટીકા કરી હતી. 

નવા બિલમાં હશે આ જોગવાઈ
નવા બિલ અનુસાર, હવે વ્યાપારી બજારની બહાર પણ ખેડૂતોનો પાક ખરીદી શકશે. પહેલા ખેડૂતોના પાકની ખરીદી માત્ર બજારમાં થતી હતી. તો કેન્દ્રએ હવે દાળ, બટેટા, ડુંગળી, અનાજ, ઇડેબલ ઓયલ વગેરેને જરૂરીયાતની વસ્તુના નિયમથી બહાર કરીને તેની સ્ટોક મર્યાદા સમાપ્ત કરી દીધી છે. આ બંન્નેસિવાય કેન્દ્ર સરકારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવાની નીતિ પર પણ કામ શરૂ કર્યું છે, જેનાથી કિસાન નારાજ છે. વિરોધ કરનાર સંગઠનોમાં કોંગ્રેસથી લઈને ભારતીય કિસાન યૂનિયન જેવા મોટા સંગઠનો પણ સામેલ છે, જેને હવે અકાલી દળનું સમર્થન મળી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news