દિલ્હી: શાલીમાર બાગ વિસ્તારમાં ઘરમાં ભીષણ આગ લાગી, 3 લોકો જીવતા ભૂંજાયા

દેશની રાજધાનીના શાલીમાર બાગમાં આજે સાંજે એક ઘરમાં આગ (Fire)  લાગવાથી 3 લોકોના મોત થયા.

Updated By: Dec 14, 2019, 10:20 PM IST
દિલ્હી: શાલીમાર બાગ વિસ્તારમાં ઘરમાં ભીષણ આગ લાગી, 3 લોકો જીવતા ભૂંજાયા
તસવીર-ANI

નવી દિલ્હી: દેશની રાજધાનીના શાલીમાર બાગમાં આજે સાંજે એક ઘરમાં આગ (Fire)  લાગવાથી 3 લોકોના મોત થયા. જો કે ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ગાડીઓએ આગ બૂઝાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં સુધી જાનમાલનું ઘણુ નુકસાન થઈ ગયું હતું. 

નાગરિકતા કાયદા મુદ્દે બરાબર ફસાઈ શિવસેના, CM ઉદ્ધવ ઠાકરે ધર્મસંકટમાં!, કરે તો શું કરે?

ઘટનાની જાણકારી ફાયર વિભાગને સાંજે લગભગ 6 વાગે મળી. સૂચના મળતા જ અફડાતફડીમાં ફાયરની એક બાદ એક સાત ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના ભરચક પ્રયત્નો કર્યાં. પરંતુ ત્યાં સુધીમાં ઘરમાં હાજર 3 લોકો ખુબ દાઝી ગયા હતાં અને તેમણે દમ તોડી દીધો. આગ એટલી ભયંકર હતી કે ઘરનો સામાન બધો બળીને ખાખ થઈ ગયો. 

જુઓ LIVE TV

ઘટનાસ્થળે પહોંચીને પોલીસે મૃતકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધા છે. આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. હાલ આગ કયા કારણે લાગી તે જાણવા મળ્યું નથી.