મન કી બાત: પાણીની સમસ્યાએ દેશવાસીઓને હચમચાવી નાખ્યા છે-પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ જળનીતિ, અમરનાથ યાત્રા, ચંદ્રયાન2ની લોન્ચિંગ, વિજ્ઞાન પ્રત્યે બાળકોની રૂચિ વધારવા માટે ક્વિઝ કોમ્પિટિશન સહિત અનેક વિષયોનો ઉલ્લેખ કર્યો.

મન કી બાત: પાણીની સમસ્યાએ દેશવાસીઓને હચમચાવી નાખ્યા છે-પીએમ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ જળનીતિ, અમરનાથ યાત્રા, ચંદ્રયાન2ની લોન્ચિંગ, વિજ્ઞાન પ્રત્યે બાળકોની રૂચિ વધારવા માટે ક્વિઝ કોમ્પિટિશન સહિત અનેક વિષયોનો ઉલ્લેખ કર્યો. આવો જાણીએ મન કી બાત કાર્યક્રમની ખાસ વાતો...

પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો...

મન કી બાતનો જુઓ વીડિયો...

  • તમારે ક્વિઝમાં ભાગ લેવાનો રહેશે, અને સૌથી વધુ અંક મેળવવાના રહેશે. સૌથી વધુ સ્કોર કરનારા બાળકોને ઈનામ સ્વરૂપે 7 સપ્ટેમ્બરના રોજ શ્રી હરિકોટામાં ચંદ્રયાન 2ના લેન્ડિંગની પળના સાક્ષી બનાવાની તક મળશે. આ ક્વિઝ અંગેની જાહેરાત પહેલી ઓગસ્ટે કરાશે. 
  • મન કી બાતના માધ્યમથી હું દેશના વિદ્યાર્થીઓ મિત્રો, યુવા સાથીઓ સાથે એક ખુબ જ રસપ્રદ સ્પર્ધાના જાણકારી શેર કરવા માંગુ છું અને દેશના યુવક યુવતીઓને આમંત્રિત કરું છું. - પીએમ મોદી
  • આપણે યાદ રાખવું જોઈએ કે જીવનમાં પણ મુશ્કેલીઓને દૂર કરવાનું સામર્થ્ય પણ આપણી અંદર જ છે. 
  • ચંદ્રયાન 2 મિશને એકવાર ફરીથી એ સાબિત કરી દીધુ છે કે જ્યારે વાત નવા નવા ક્ષેત્રમાં કઈંક નવું કરવાની આવે છે ત્યારે આપણા વૈજ્ઞાનિક સર્વશ્રેષ્ઠ છે, વિશ્વ સ્તરીય છે.-પીએમ મોદી
  • મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમને અંતરિક્ષમાં ભારતની સફળથા અંગે જરૂર ગર્વ થયો હશે-પીએમ મોદી
  • હરિયાણામાં જે પાકને ઓછા પાણીની જરૂર પડે છે અને ખેડૂતોને પણ કોઈ નુકસાન ન થાય તેની ખેતી કરવા માટે પ્રોત્સાહન અપાય છે. 
  • તહેવારોના અવસરે અનેક મેળા લાગે છે, જળ સંરક્ષણ માટે આ મેળાઓનો પણ ઉપયોગ કરવો જોઈએ. 

જુઓ LIVE TV

  • મેઘાલય દેશનું પહેલું એવું રાજ્ય બન્યું છે જેણે પોતાની જળ નીતિ તૈયાર કરી છે, રાજ્ય સરકારને અભિનંદન-પીએમ મોદી
  • સરકાર એનજીઓ બધા જળ સંરક્ષણ માટે યુદ્ધ સ્તરે કઈંક ને કઈંક કરી રહ્યાં છે. સામૂહિકતાનું સામર્થ્ય જોઈને મનને ખુબ સારું લાગે છે, ખુબ સંતોષ થઈ રહ્યો છે. તેનું શાનદાર ઉદાહરણ ઝારખંડનું આરા કેરમ ગામ છે. 
  • જળ સંરક્ષણ તમારા દિલને સ્પર્શનારો વિષય હતો, સામાન્ય માણસનો મનપસંદ વિષય હતો. હું અનુભવ કરી રહ્યો છું કે પાણીના વિષયે હાલના દિવસોમાં હિન્દુસ્તાનના દિલોને હચમચાવી નાખ્યા છે.
  • આપણે નરેન્દ્ર મોદી એપ પર એક સ્થાયી બુક કોર્નર બનાવીએ અને જ્યારે પણ નવું પુસ્તક વાંચીએ ત્યારે તે અંગે અહીં લખીએ અને ચર્ચા કરીએ. તમારામાંથી કોઈ સારું નામ પણ સૂચવી શકે છે. 
  • મેં લોકોને પુસ્તકો અંગે જાણકારીઓ શેર કરવાની અપીલ કરી હતી, લોકોએ અલગ અલગ ક્ષેત્રોના પુસ્તકો અંગેની જાણકારી નમો એપ દ્વારા શેર કરી છે- પીએમ મોદી
  • પીએમ મોદીનો આ 55મો રેડિયો કાર્યક્રમ છે. 

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમનું રવિવારે સ્થાનિક ભાષાઓમાં અનુવાદ કરીને પ્રસારણ  કરવામાં આવે છે. રેડિયો પર પ્રસારિત થતા આ કાર્યક્રમને દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત કરાય છે. આ  કાર્યક્રમ માટે પીએમ મોદી જનતા પાસેથી સૂચનો માંગે છે અને તે વિષય પર પોતાના વિચાર રજુ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news