PM મોદીના આ 4 'માસ્ટરસ્ટ્રોક'થી ચિત થયું ચીન, ભારતનો દમ જોઇ ડગમગી ગયા કદમ

અમેરિકા (America) ચીનનું દુશ્મન નંબર 1 છે અને ચીનને ચોતરફથી ઘેરવામાં લાગ્યું છે. ચીન ક્યારેય ઇચ્છતું નથી કે અમેરિકા, ભારત અને ચીનના વિવાદ વચ્ચે આવે અને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયતન કરે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વચ્ચે વાતચીતમાં ઉદભવેલો સીમા વિવાદનો મુદ્દો ચીનને મંજૂર ન હતો.

PM મોદીના આ 4 'માસ્ટરસ્ટ્રોક'થી ચિત થયું ચીન, ભારતનો દમ જોઇ ડગમગી ગયા કદમ

નવી દિલ્હી; ચીન (China)ને પાછળ હટતાં કદમ ભારતના ચોતરફ દબાણનું પરિણામ છે જે ભારતે તેનાપર બનાવ્યું છે. ભલે તે ચીનને તેની જ ભાષામાં જ જવાબ આપવાનો હોય કે પછી ટ્રમ્પ સાથે વાતચીત કરી ચીનને હરાવવાનો પ્લાન તૈયાર કરવાનો હોય, પીએમ મોદીન નિર્ણાયક પગલાંના કારણે જ આજે ચીનનું વલણ નરમ પડ્યું છે. 

મોદીના મહાપ્લાનિંગ સામે જિનપિંગ ફેલ!
ચીન બે દિવસ પહેલાં સુધી ચીન LAC પર યુદ્ધાભ્યાસ કરવામાં લાગ્યું હતું. ચીનના સરકારી મિડીયાએ તે તસવીરો શેર કરી હતી જેમાં રાતના અંધારામાં ચીન સેના યુદ્ધની તૈયારીઓમાં લાગી હતી. પરંતુ અચાનક એવું શું થયું જેથી ચીનને સેનાને પાછી પાની કરવા પર મજબૂર થયું પડ્યું. ચીનના આ પગલાં પાછળ પીએમ મોદીની તે રણનીતિ પીએમ મોદીની તે રણનીતિ છે જે એકવાર ફરી સુપરહિટ સાબિત થઇ છે. ભારતે ચીનને ચારેય તરફથી ઘેરી લીધું કે તેને ઘૂંટણીયે પડવા પર મજબૂર થવું પડ્યું. 

મોદીનો 'માસ્ટર સ્ટ્રોક' નંબર 1: ટ્રમ્પ સાથે વાતચીતમાં ઉઠાવ્યો મુદ્દો
અમેરિકા (America) ચીનનું દુશ્મન નંબર 1 છે અને ચીનને ચોતરફથી ઘેરવામાં લાગ્યું છે. ચીન ક્યારેય ઇચ્છતું નથી કે અમેરિકા, ભારત અને ચીનના વિવાદ વચ્ચે આવે અને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયતન કરે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વચ્ચે વાતચીતમાં ઉદભવેલો સીમા વિવાદનો મુદ્દો ચીનને મંજૂર ન હતો.

ટ્રંમ્પે પહેલાં પણ મધ્યસ્થતાની વાત જ્યારે કરી હતી. જ્યારે ચીને નકારી કાઢી હતી અને જ્યારે ચીનને મોદી અને ટ્રમ્પની વાતચીત પર પૂછવામાં આવ્યું તો તેણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેને અમેરિકાની દરમિયાનગિરી મંજૂર નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે સીમા પર હવે સ્થિતિ નિયંત્રણમાં છે. ચીન અને ભારત પાસે એવી સમસ્યાને ઉકેલવા માટે પ્રયાપ્ત તંત્ર છે. અમે તેને વાતચીતથી ઉકેલી શકીએ છીએ. કોઇ ત્રીજાની જરૂર નથી. 

મોદીનો 'માસ્ટરસ્ટ્રોક' નંબર 2: ચીનને તેની ભાષામાં જ જવાબ
ચીન લદ્દાખમાં LAC ની પાસે સતત સૈન્ય તાકાત વધારી રહ્યું હતું અને એલએસી પર જેવા જ ચીની સૈનિકોના જમાવડાના સમાચાર સામે આવ્યા. ભારત તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને 5 હજાર સૈનિકોની ગોઠવણી સાથે-સાથે સામા પહોંચાડવા લાગ્યા. ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું કે જો મુદ્દો કૂટનીતિ અને વાતચીતથી ઉકેલાયો તો નહી તો બીજો વિકલ્પ તૈયાર છે. આ પ્રકારે નિવેદન અને આક્રમકતા જોઇ ચીનને ખબર પડી ગઇ કે ભારત ઝુકવાનું નથી. 

મોદીનો માસ્ટર સ્ટ્રોક નંબર 3: પોતાના નિર્ણયો પર અડગ ભારત
ચીન લદ્દાખમાં સતત આગળ વધવાની ફિરાકમાં હતું અને ભારત સતત તેનો સામનો કરી રહ્યું હતું. ચીનને આશા હતી કે ભારત દબાણમાં આવીને પોતાના LAC પર નિર્માણ કાર્ય રોકી દેશે. પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું કે ના તો કોઇ કામ શરૂ કરશે અને ના તો કોઇ પ્રકારના દબાણમાં ઝુકશે.ભારતના આ આક્રમક વલણની ચીનને આશા હતી. ચીનને જ્યારે લાગ્યું કે હવે મામલો હાથમાંથી નિકળી શકે છે તો તેની તરફથી અલગ-અલગ નિવેદન આવવા લાગ્યા જેમાં સમજૂતીની વાત વધુ હતી. 

મોદીનો 'માસ્ટર સ્ટ્રોક' નંબર 4: લીડ ફ્રોમ ધ ફ્રંટનું ઉદાહરણ પુરૂ પાડ્યું
ચીન સાથી જેવો તણાવ વધવા લાગ્યો એમ પીએમ મોદી પોતે આગળ આવ્યા અને શીર્ષ સૈન્ય અધિકારીઓ સાથે મીટીંગ કરી સ્થિતિને જાણી. જેથી ચીનને કડક સંદેશ મળ્યો. એટલું જ નહી, વિવાદ ઉકેલવા માટે પીએમ મોદીએ પોતાની ડોકલામ ટીમને લગાવી જેણે ડોકલામ વખતે વિવાદને ઉકેલ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news