UP : લાગુ કરવામાં આવી પોલીસ કમિશનર સિસ્ટમ, શું કામ લેવાયો આ નિર્ણય અને શું થશે ફાયદો જાણવા કરો ક્લિક

ઉત્તર પ્રદેશ (UP) સરકારની સોમવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પોલીસ કમિશનરી સિસ્ટમ લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણય પછી હવે પહેલાં સૌથી પહેલાં લખનૌ અને નોઇડામાં પોલીસ કમિશનર ફરજ પર મુકાશે. આ બંને શહેરોમાં કમિશનર સિસ્ટમને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે. ભવિષ્યમાં રાજ્યના અન્ય મોટા જિલ્લાઓમાં પણ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી આઇએએસ અધિકારીઓની સત્તા પર કાપ મુકાશે એવી ધારણા છે. 
UP : લાગુ કરવામાં આવી પોલીસ કમિશનર સિસ્ટમ, શું કામ લેવાયો આ નિર્ણય અને શું થશે ફાયદો જાણવા કરો ક્લિક

લખનૌ : ઉત્તર પ્રદેશ (UP) સરકારની સોમવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પોલીસ કમિશનરી સિસ્ટમ લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણય પછી હવે પહેલાં સૌથી પહેલાં લખનૌ અને નોઇડામાં પોલીસ કમિશનર ફરજ પર મુકાશે. આ બંને શહેરોમાં કમિશનર સિસ્ટમને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે. ભવિષ્યમાં રાજ્યના અન્ય મોટા જિલ્લાઓમાં પણ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી આઇએએસ અધિકારીઓની સત્તા પર કાપ મુકાશે એવી ધારણા છે. 

કેબિનેટ બેઠક પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પ્રેસ કોન્ફરન્સ કરીને નવી વ્યવસ્થા વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે કમિશનર સિસ્ટમ લાગુ કરવાથી પોલીસ સુધારણાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. સીએમએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં વર્ષોથી પોલીસ વ્યવસ્થામાં સુધારની જરૂરિયાત છે પણ પહેલાંની સરકારે પ્રયાસ જ નહોતા કર્યા. રાજકીય ઇચ્છાશક્તિના અભાવને કારણે જ રાજ્યમાં પોલીસ કમિશનર વ્યવસ્થા લાગુ નથી કરી શકાઈ. રાજ્યમાં છેલ્લા 50 વર્ષથી પોલીસ કમિશનર સિસ્ટમ લાગુ કરવાની ડિમાન્ડ કરાય છે પણ આ મુદ્દે કોઈએ ગંભીરતાથી વિચાર નથી કર્યો. 

સીએમએ માહિતી આપી છે કે લખનૌની વસતી 40 લાખની આસપાસ અને નોઇડાની વસતી 25 લાખની આસપાસ છે. આ બંને શહેરોમાં સૌથી પહેલાં પોલીસ કમિશનર તહેનાત કરવામાં આવશે. સીએમએ માહિતી આપી છે લખનૌમાં એડીજી સ્તરનો અધિકારી પોલીસ કમિશનર હશે. કમિશનરની ટીમમાં બે આઇજી રેન્કના અધિકારી અને નવ એસપી રેન્કના અધિકારી હશે. ટીમમાં એક એસપી રેન્કની મહિલા અધિકારી અને એક એડિશન એસપી રેન્કની મહિલા અધિકારી પણ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો ભારતના અન્ય મહત્વના સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news