31 જાન્યુઆરીથી શરૂ થશે પોલિયો રસીકરણ અભિયાન, રાષ્ટ્રપતિ કરાવશે શુભારંભ

ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 31 જાન્યુઆરી 2021ના પોલિયો રસીકરણ દિવસને ફરી નક્કી કરવાનો નિર્ણય લીધો છે. 
 

31 જાન્યુઆરીથી શરૂ થશે પોલિયો રસીકરણ અભિયાન, રાષ્ટ્રપતિ કરાવશે શુભારંભ

નવી દિલ્હીઃ આ વર્ષે 17 જાન્યુઆરીથી શરૂ થનાર પોલિયો રસીકરણ અભિયાન હવે 31 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 31 જાન્યુઆરી 2021ના પોલિયો રસીકરણ દિવસને ફરી નક્કી કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય રસીકરણ દિવસનો શુભારંભ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવી કરાવશે. 

આ પહેલા બુધવારે સરકારે પોલિયો રસીકરણ કાર્યક્રમને 'અનપેક્ષિત પ્રવૃત્તિઓ'ને કારણે આગામી આદેશ સુધી ટાળી દીધો હતો. આ કાર્યક્રમ હેઠળ દેશભરમાં 0-5 વર્ષની ઉંમરના બાળકોને પોલિયો સામે રક્ષણ માટે વેક્સિનના બે ટીપાં પીવડાવવામાં આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કાર્યક્રમને ટાળવા વિશે તમામ રાજ્યોને નવ જાન્યુારીએ પત્ર દ્વારા માહિતી આપી હતી. 

આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને આઠ જાન્યુઆરીએ કહ્યુ હતુ કે પોલિયો વિરુદ્ધ રાષ્ટ્રીય પ્રતિરક્ષણ કાર્યક્રમ 17 જાન્યુઆરીથી ચલાવવામાં આવશે. તે બે-ત્રણ દિવસ ચાલશે. આ હેઠળ રસીકરણથી બાકી રહી ગયેલા બાળકોની ઓળખ થશે તથા તેમનું રસીકરણ કરવામાં આવશે. આ રસીકરણ પોલિયો વાયરસ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તર પર સંપૂર્ણ સંરક્ષણનું સ્તર બનાવી રાખવા માટે જરૂરી છે. 

મહત્વનું છે કે દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થવાનું છે. પ્રધાનમંત્રી મોદી તેમને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવી ચુક્યા છે. તેમાં આશરે ત્રણ કરોડ સ્વાસ્થ્ય કર્મિઓ તથા ફ્રંટલાઇન વર્કરોને પ્રાથમિકતા આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news