પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર દુર્ઘટના, ઇમારતનો ભાગ પડવાથી 5 લોકોને ઈજા

પશ્વિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશનો એક ભાગ શુક્રવારે મોડી સાંજે દુર્ઘટનાગ્રસ્ત થઈને પડી ગયો હતો. સ્ટેશનના પ્રવેશ દ્વારની પાસે થયેલી દુર્ઘટનામાં ઘણા યાત્રીકો કાટમાળમાં દબાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 
 

 પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર દુર્ઘટના, ઇમારતનો ભાગ પડવાથી 5 લોકોને ઈજા

કોલકત્તાઃ પશ્વિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશનો એક ભાગ શુક્રવારે મોડી સાંજે દુર્ઘટનાગ્રસ્ત થઈને પડી ગયો હતો. સ્ટેશનના પ્રવેશ દ્વારની પાસે થયેલી દુર્ઘટનામાં ઘણા યાત્રીકો કાટમાળમાં દબાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના બાદ રેલવેના તમામ અધિકારી અને સ્થાનીક તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે. શરૂઆતી જાણકારી, અનુસાર દુર્ઘટનામાં 5 લોકોને ઈજા થઈ છે, જેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

બર્ધમાન રેલવે સ્ટેશન પૂર્વી રેલવેના એક મુખ્ય રેલવે સ્ટેશનોમાંથી એક છે. બંગાળના આ રેલવે સ્ટેશન પર જે સમયે દુર્ઘટના થઈ ત્યારે ત્યાં મોટી સંખ્યામાં મુસાફરો હાજર હતા. સૂત્રો અનુસાર, આ ઘટના બાદ કાટમાળમાં યાત્રીકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેને જોતા રેલવે સ્ટેશન પર રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની સાથે રેલવે અને સ્થાનિક પોલીસના લોકો પણ સામેલ છે. 

— ANI (@ANI) January 4, 2020

ઈજાગ્રસ્તોનો હોસ્પિટલમાં કરાયા દાખલ
દુર્ઘટના બાદ અહીં પર રેલવેના અધિકારીઓ સિવાય પશ્ચિમ બંગાળ પોલીસ, બર્ધમાન જિલ્લા વહીવટી તંત્ર અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોને મોકલવામાં આવી રહ્યાં છે. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાથે ફાયર અને સ્વાસ્થ્ય વિભાગની ટીમોને પણ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news