મહારાષ્ટ્ર, ઝારખંડ બાદ હવે આ રાજ્યમાં ભાજપને લાગી શકે છે મોટો ઝટકો, જાણો કેમ?

જેડીયુ (JDU) ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ચર્ચિત રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor)  બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વનું નિવેદન આપ્યું છે.

મહારાષ્ટ્ર, ઝારખંડ બાદ હવે આ રાજ્યમાં ભાજપને લાગી શકે છે મોટો ઝટકો, જાણો કેમ?

પટણા: બિહારમાં જેડીયુ અને ભાજપના નેતાઓ એકબીજા સામે તલવાર ખેંચી રહેલા જોવા મળી રહ્યાં છે. જેડીયુ (JDU) ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ચર્ચિત રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor)  બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વનું નિવેદન આપ્યું છે. પ્રશાંત કિશોરે કહ્યું કે જેડીયુએ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) માં ભાજપ કરતા વધુ બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ. પ્રશાંત કિશોરે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ  હંમેશાથી ભાજપ (BJP) કરતા મોટી પાર્ટી રહી છે અને આ જ આધાર પર આગળ પણ રહેશે. પ્રશાંત કિશોરે કહ્યું કે બિહારમાં જેડીયુ હંમેશાથી મોટા ભાઈની ભૂમિકામાં રહી છે. પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે વિધાનસભા ચૂંટણી નીતિશકુમારના ચહેરા પર લડવી જોઈએ. એટલું જ નહીં જેડીયુ ઉપાધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે બિહારમાં જેડીયુની સરકાર છે. ભાજપ તેની સહયોગી પાર્ટી છે. પ્રશાંત કિશોરના આ નિવેદન પર સુશીલ મોદીએ પણ જવાબ આપ્યો. જો કે આમ છતાં નીતિશકુમારનું તો કહેવું છે કે બિહારમાં ગઠબંધનમાં બધુ ઠીક છે. 

પ્રશાંત કિશોરે કહ્યું કે જો 2010ની વિધાનસભા ચૂંટણીને જોઈએ જેમાં જેડીયુ અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી તો આ રેશિયો 1:1:4નો હતો. જો તેમા સામાન્ય ફેરફાર પણ થાય તો પણ એવું ન બની શકે કે બંને પક્ષો સમાન સીટો પર ચૂંટણી લડે. જેડીયુ અપેક્ષાકૃત મોટી પાર્ટી છે જેમાં લગભગ 70 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે લગભગ 50 ધારાસભ્યો છે. પ્રશાંત કિશોરના નિવેદનને જેડીયુએ યોગ્ય ઠેરવ્યું છે. જેડીયુ નેતા શ્યામ રજકે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં જેડીયુની ભૂમિકા મોટી હશે. જો કે હજુ એ નક્કી થયું નથી. આ બાજુ ભાજપના નેતા નંદ કિશોર યાદવે કહ્યું કે પ્રશાંત કિશોર કોઈ પાર્ટીના અધિકારી નથી. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે અમે બિહારમાં મળીને ચૂંટણી લડીશું. ત્યારબાદ કશું કહેવાની જરૂર નથી. 

महाराष्‍ट्र, झारखंड के बाद बिहार में लग सकता है BJP को झटका, जानें क्‍यों?

સુશીલ મોદીએ સાધ્યું નિશાન
સુશીલ મોદીએ પ્રશાંત કિશોર પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે ગઠબંધન ધર્મ વિરુદ્ધ નિવેદનો આપીને વિરોધી ગઠબંધનને ફાયદો પહોંચાડવામાં લાગ્યાં છે. એક લાભકારી ધંધામાં લાગેલા વ્યક્તિ પહેલા પોતાની સેવાઓ માટે બજાર તૈયાર કરવામાં લાગે છે. દેશહિતની ચિંતા પછી કરે છે.  એક દિવસ પહેલા જ પોતાના ટ્વીટર હેન્ડલથી પ્રશાંત કિશોર પર નિશાન સાધતા લખ્યું હતું કે 'જે લોકો કોઈ વિચારધારા હેઠળ નહીં પરંતુ ચૂંટણી ડેટા ભેગા કરવામાં અને નારા ગઢનારી કંપની ચલાવતા રાજકારણમાં આવી ગયાં તેઓ ગઠબંધન ધર્મ વિરુદ્ધ નિવેદનબાજી કરીને વિરોધી ગઠબંધનને ફાયદો પહોંચાડવામાં લાગ્યાં છે.' 

તેમણે એમ પણ કહ્યું કે 2020ની વિધાનસભા ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશકુમારના નેતૃત્વમાં લડાશે તે નક્કી છે. સીટોના તાલમેળનો નિર્ણય બંને પક્ષોના ટોચનું નેતૃત્વ સમય આવ્યે કરશે. કોઈ સમસ્યા નથી. 

પ્રશાંત કિશોરે આપ્યો વળતો જવાબ
આ બાજુ જેડીયુ ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે ડેપ્યુટી સીએમ સુશીલ મોદી ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે સુશીલ મોદીને પરિસ્થિતિઓના ડેપ્યુટી સીએમ ગણાવ્યાં. તેમણે કહ્યું કે સંજોગોવસાત ડેપ્યુટી સીએમ બનેલા સુશીલ મોદીથી રાજનીતિક મર્યાદા અને વિચારધારા પર લેક્ચર સાંભળવું એ સુખદ અનુભવ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે બિહારમાં નીતિશકુમારનું નેતૃત્વ અને જેડીયુની સૌથી મોટા પક્ષની ભૂમિકા બિહારની જનતાએ નક્કી કરી છે. કોઈ બીજી પાર્ટીના નેતા કે ટોચના નેતૃત્વએ નહીં. 2015માં હાર બાદ પણ સંજોગોવસાત ડેપ્યુટી સીએમ બનનારા સુશીલ મોદી પાસેથી રાજનીતિક મર્યાદા અને વિચારધારા પર લેક્ચર સાંભળવું સુખદ અનુભવ છે. 

જુઓ LIVE TV

નીતિશ બોલ્યાં બધુ ઠીક છે
આ બાજુ વધતા તણાવ વચ્ચે સીએમ નીતિશકુમારે ગઠબંધનમાં બધુ ઠીકઠાક હોવાનું જણાવ્યું છે. આજે એક કાર્યક્રમમાં જ્યારે તેમને ભાજપ-જેડીયુ વચ્ચે સંઘર્ષને લને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે બધુ ઠીક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news