રાહુલનો સેલ્ફ ગોલ, મહિલાઓને સ્થાયી કમિશન પર મોદી સરકારને ઘેરવામાં પોતે ઘેરાયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રયત્ન કર્યો કે, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની દલીલ પર ભારતીય જનતા પાર્ટીને ઘેરવામાં આવે, પરંતુ તેઓ ભૂલી ગયા કે જે મામલા પર સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો તે મનમોહન સિંહના શાસનકાળનો મામલો છે. 

રાહુલનો સેલ્ફ ગોલ, મહિલાઓને સ્થાયી કમિશન પર મોદી સરકારને ઘેરવામાં પોતે ઘેરાયા

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મહિલા અધિકારીઓને સેનામાં સ્થાયી કમિશન મેળવવા સંબંધી સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ટ્વીટ કરીને કેન્દ્રની મોદી સરકારને ઘેરવાના પ્રયાસમાં પોતોની જ મનમોહન સરકાર પર નિશાન સાધી દીધું હતું. 

ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર આજે સોમવારે સુપ્રીમ કોર્ટે પણ મહોર લગાવતા કહ્યું કે, કેન્દ્ર સેનામાં કોમ્બેટ વિસ્તારને છોડીને બાકી જગ્યાએ મહિલાઓને સ્થાયી કમાન આપવા માટે બંધાયેલ છે. 

આ સંબંધમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, 'સરકારે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા દરમિયાન તે કહ્યું કે, મહિલા સૈન્ય ઓફિસર કમાન્ડ પોસ્ટ કે સ્થાયી સેવા માટે ડિઝર્વ કરતી નથી કારણ કે તેને લઈને પુરૂષ અસહજ અનુભવે છે, ભારતીય મહિલાઓનું અપમાન કર્યું છે. હું ભારતીય મહિલાઓને ઉભી થવા અને ભાજપ સરકારને ખોટી સાબિત કરવા માટે શુભેચ્છા આપુ છું.'

— Navdeep Singh (@SinghNavdeep) February 17, 2020

પરંતુ રાહુલ ગાંધી સરકાર પર નિશાન સાધવાની ઉતાવળમાં તે ભૂલી ગયા કે આ પૂરો મામલો તેમની પાછલી મનમોહન સિંહ સરકારના સમયનો છે. મનમોહન સિંહ સરકારે 6 જુલાઈ 2010ના સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના તે ચુકાદાને પડકાર્યો હતો, જેમાં દિલ્હી હાઈકોર્ટે સેનામાં મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. 

હાઈકોર્ટના વકીલે કહ્યું- કોર્ટના નિર્ણય પર ન થાય રાજનીતિ
રાહુલ ગાંધીના ટ્વીટને રીટ્વીટ કરતા હાઈકોર્ટના વકીલ નવદીપ સિંહે કહ્યું કે, આવા મામલા અને કોર્ટના નિર્ણય પર રાજનીતિ ન થવી જોઈએ. તેમણે સાથે યાદ અપાવ્યું કે, હાઈકોર્ટના ચુકાદાને 2010ની તત્કાલીન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, ન કે હાલની સરકારે. મહત્વનું છે કે 2010માં કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીમાં યૂપીએની સરકાર હતા. 

શાહીન બાગ પર સુપ્રીમ કોર્ટે વાતચીત કરવા બનાવી ટીમ, 24 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી 

સિંહે ટ્વીટ કર્યું, 'દિલ્હી હાઈકોર્ટે મહિલા ઓફિસરોને તે લાભ આપવાનો આદેશ કર્યો હતો અને આ ચુકાદા વિરુદ્ધ 2010માં અપીલ દાખલ કરવામાં આવી હતી, ત્યારે હાલની સરકાર સત્તામાં નહતી. આમ તો મારો મત છે કે આવા મામલા અને ન્યાયિક ચુકાદાનું રાજનીતિકરણ ન થવું જોઈએ.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news