રાહુલ ગાંધીએ માંગ્યુ પીયૂષ ગોયલનું રાજીનામું, ટ્વીટમાં કહ્યું, પુરાવા સામે છે, પરંતુ મીડિયા નહીં દેખાડે

કોંગ્રેસના નેતા પવન ખેડાએ 28 એપ્રિલે કેટલાક કાગલો જાહેર કરીને આરોપ લગાવ્યો હતો કે ઉર્જા મંત્રી રહેતા ગોયલે પોતાની કંપની એક ખાનગી કોર્પોરેટને એક હજાર ગણી વધુ કિંમત પર વેંચી. 

 રાહુલ ગાંધીએ માંગ્યુ પીયૂષ ગોયલનું રાજીનામું, ટ્વીટમાં કહ્યું, પુરાવા સામે છે, પરંતુ મીડિયા નહીં દેખાડે

નવી દિલ્હીઃ કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ પર કથિત કૌભાંડનો આરોપ લગાવાયા બાદ મંગળવારે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, જાસૂસી અને હિતોનો ટકરાવનો મામલો છે તેવામાં પીયૂષ ગોયલે મંત્રીપદ્દ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ભાજપે ગોયલ પર લાગેલા આરોપો નકાર્યા છે. રાહુલે મંગળવારે ટ્વીટમાં આરોપ લગાવ્યો, પીયૂષ ગોયલનું 48 કરોડનું કૌભાંડ જાસૂસી, હિતોનો ટકરાવ અને લાલચનો મામલો છે. પુરાવા બધાની સામે છે. તેમ છતાં મીડિયા આ સ્ટોરીને કવર નહીં કરે. તેમણે કહ્યું, ગોયલે રાજીનામું આપી દેવું જોઈએ. 

કોંગ્રેસના નેતા પવન ખેડાએ 28 એપ્રિલે કેટલાક કાગળો જાહેર કરીને આરોપ લગાવ્યો હતો કે ઉર્જા પ્રધાન રહેતા ગોયલે પોતાની કંપની એક ખાનગી કોર્પોરેટ સમૂહને એક હજાર ગણી  વધુ કિંમતથી વહેંચી અને પોતાની સંપત્તિના વિવરણમાં તેનો ઉલ્લેખ ન કર્યો, ભાજપે તેના આરોપો નકાર્યા છે. 

It is a tragedy for our country when journalists entrusted to stand for the truth, will not speak.#GoyalMustResign pic.twitter.com/WeUaSAT8wg

— Rahul Gandhi (@RahulGandhi) May 1, 2018

પીયૂષ ગોયલના મામલે ભાજપ સ્પષ્ટ જવાબ આપેઃ કોંગ્રેસ
સોમવાર (30 એપ્રિલ) કોંગ્રેસે કહ્યું કે, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ દ્વારા પોતાની કંપની લગભગ એક હજાર ગણી વધુ કિંમત પર ખાનગી ઔદ્યોગિક સમૂહને વેંચવા સંબંધિ આરોપો પર ભાજપે સ્પષ્ટ જવાબ આપવો જોઈએ. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું, અમે વિચાર્યું કે પીયૂષ ગોયલની સ્ટોરી એક ફિલ્મી હશે, પરંતુ આ તો સીરિયલ છે. આ એક એવી સીરિયલ છે જેમાં અમારે ઓછી મહેનત કરવી પડી રહી છે. ભાજપ જ્યારે પીયૂષ ગોયલનો બચાવ કરે છે તો એક નવો એપીસોડ આવી જાય છે. આ મામલે દરરોજ કંઇક નવું સામે આવી રહ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news