વડાપ્રધાનની રોજગાર નીતિ એટલે ગટરમાંથી ગેસ કાઢો ને પકોડા બનાવો: રાહુલ ગાંધી

કર્ણાટકનાં બીધરમાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલે કહ્યું, રાફેલ ડીલ અને રોજગારના મુદ્દે વડાપ્રધાનને ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંકુ છું

વડાપ્રધાનની રોજગાર નીતિ એટલે ગટરમાંથી ગેસ કાઢો ને પકોડા બનાવો: રાહુલ ગાંધી

બીદર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ સોદા અંગે વડાપ્રધાન મોદી પર અનેક વખત તીખા પ્રહારો કરી ચુક્યા છે. સોમવારે કર્ણાટકના બિદરમાં એક જનસભા સંબોધિત કરતા સમયે રાહુલે ફરી એકવાર વડાપ્રધાનને રાફેલ સોદા અંગે ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશનાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન દેશનાં યુવાનોનું નેતૃત્વ કરવાની વાત કરે છે. તેઓ કહે છે કે ભારત અને ફ્રાંસ વચ્ચે ગુપ્ત સમજુતી થઇ છે. જેના કારણે રાફેલ એરક્રાફ્ટની કિંમત જાહેર કરવામાં નથી આવી રહી. મે જ્યારે આ અંગે ફ્રાંસના રાષ્ટ્રપતિને પુછ્યું તો તેણે ઇન્કાર કરી દીધો હતો. 

રાહુલે ખેડૂતોની દેવા માફી મુદ્દે પણ વડાપ્રધાન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું તેમને ચર્ચા માટે ખુલ્લા મંચ પર આવવાનો પડકાર ફેંકુ છું. કર્ણાટકમાં ખેડૂતોની 50 ટકા સુધીનું દેવુ માફ કરી દેવામાં આવ્યું. હું તમને પડકાર ફેંકુ છું કે જો તમારી છાતી 56 ઇંચની હોય તો તમે પણ આવું કરી દેખાડો, પરંતુ તમે આવું નહી કરી શકો. રાહુલ ગાંધીએ યુવાનોમાં રહેલી બેરોજગારી મુદ્દે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. 

— ANI (@ANI) August 13, 2018

રાહુલ ગાંધીએ રોજગારી મુદ્દે સરકાર પર ચાબખા વિંઝતા કહ્યું કે, બે કરોડ યુવાનોમાં રોજગારી પુરી પાડી હોવાની વાત કરી. હવે કહી રહ્યા છે કે પકોડા બનાવો તે પણ એક રોજગાર જ છે. પરંતુ પકોડા બનાવવા માટે અમે તમને ગેસ નહી આપીએ, ગેસ પણ તમારે ગટરમાંથી કાઢીને કુકરમાં નાખવો પડશે. 

આ અગાઉ રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશ સરકાર પર બે આદિવાસી મહિલાઓને બિનકાયદેસર રીતે કસ્ટડીમાં રાખ્યાનો આરોપ લગાવ્યો અને સ્થાનીક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓને આહ્વાહન કર્યું કે, તેઓ આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, પોતાનાં વન અધિકાર માટે સંઘર્ષ કરી રહેલ સુકારો અને કિસ્મતિયાને બિનકાયદેસર રીતે જેલમાં ગોંધી રખાઇ તે મુદ્દે ચિંતિત છું. હું મારા કોંગ્રેસી કાર્યકર્તાઓ અને નેતાઓને અપીલ કરૂ છું કે તેઓ આ મુદ્દાને ગંભીરતાથી સરકાર સમક્ષ ઉઠાવે. 

ઉલ્લેખનીય છે કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર વન અધિકાર મુદ્દે સરકાર સામે લડી રહેલી સુકારો ગોંડ અને કિસ્મતિયા ગોડ નામની બે મહિલાઓ છેલ્લા ઘણા દિવસથી ગુમ થઇ ગઇ છે. તેની કોઇ જ ભાળ નથી મળી રહી.જેના કારણે તેનો પરિવાર પણ ચિંતિત છે. તેને સ્થાનિક પોલીસે ગોંધી રાખી હોવાનો પણ આરોપ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news