રાજસ્થાન: સરકાર સામે નારાજગીના પગલે અનેક ગામ લોકોનો ચૂંટણી બહિષ્કાર, બૂથ ખાલીખમ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 8 વાગે શરૂ થયું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે

રાજસ્થાન: સરકાર સામે નારાજગીના પગલે અનેક ગામ લોકોનો ચૂંટણી બહિષ્કાર, બૂથ ખાલીખમ

બસેડી: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 8 વાગે શરૂ થયું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ વચ્ચે બસેડી વિધાનસભા વિસ્તારના એક્ટા ગામના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર થઈ રહ્યો હોવાના અહેવાલ સામે આવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ વચ્ચે અહીંના લોકો વિસ્તારમાં સરકાર દ્વારા રસ્તા ન બનાવવામાં આવ્યાં હોવાની વાત પર ખુબ નારાજ છે. મતદાનના દિવસે મત આપવાની પણ ના પાડી દીધી છે. આ જ કારણે અહીં બૂથ સંખ્યા 19 અને 20  પર મતદાન અટક્યું છે. 

અહીંના લોકોની માગણી છે કે જો તેમને અહીં રોડ બનવા માટે આશ્વાસન લેખિતમાં નહીં મળે તો તેઓ મતદાન કરશે નહીં. અત્યાર સુધી આ મામલે પ્રશાસનિક સ્તરે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી. અત્રે જણાવવાનું કે અહીંના લોકોની માગણી છે કે એક્ટા ગામથી લઈને જગનેર સુધી પાક્કો રસ્તો બનાવવામાં આવે. આ બાજુ કોટાના ઝોટોલી ગામમાં પણ મતદાનના બહિષ્કારના અહેવાલ સામે આવ્યાં છે. 

પોલીસ સુપ્રીટેન્ડેન્ટ, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સહિત અનેક વિકાસ અધિકારીઓ ગ્રામીણોને સમજાવી રહ્યાં છે. આ ગામમાં હજુ સુધી માત્ર એક જ મત પડ્યો છે. આ મત જળ ઉપયોક્તા સંગમ સમિતિના અધ્યક્ષ ઘાસીલાલ દ્વારા અપાયો છે. અહીંના લોકો પાણીની માગણીને લઈને મત ન આપવાની જીદ પર અડ્યા છે. 

(ઝોટોલી માં માત્ર એક વ્યક્તિએ આપ્યો મત)

બીજી બાજુ વેરમાં પણ 4 બૂથ પર મતદાનનો બહિષ્કાર જારી છે. અહીં અત્યાર સુધીમાં 4 બૂથો પર કોઈ જ મત પડ્યો નથી. ઉનાપુરના બૂથ નંબર 114, ધવલાના બૂથ નંબર 147, શેખપુરના બૂથ નંબર 39, બાંસીના બૂથ નંબર 61 થી અત્યાર સુધી એક પણ મત પડ્યો નથી. જો કે પ્રશાસન હજુ પણ જનતાને સમજાવવામાં મહેનત કરી રહ્યું છે. 

અત્રે જણાવવાનું કે રાજ્યની 200 વિધાનસભા બેઠકમાંથી 199 બેઠકો માટે આજે મતદાન ચાલુ છે. બસપાના ઉમેદવાર લક્ષ્મણ સિંહના નિધનના કારણે અલવર જિલ્લાના રામગઢ મતવિસ્તારમાં મતદાન સ્થગિત કરાયું છે. મુખ્ય જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. લગભગ 4.74 કરોડ લોકો 2274 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો કરશે. આ ઉમેદવારોમાં 189 મહિલાઓ પણ સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news