પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી બંધ કરે, નહી તો ટુકડે ટુકડા થઇ જશે: રાજનાથની ચેતવણી
રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદ પર લગામ લગાવવી જોઇએ નહી તો તેના ટુકડા થતા નહી અટકાવી શકે
Trending Photos
નવી દિલ્હી : આતંકવાદના મુદ્દે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એકવાર ફરીથી પાકિસ્તાનની જાટકણી કાઢી હતી. રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદ પર લગામ લગાવવી જોઇએ. નહી તો કોઇ પણ તેના ટુકડા થતા નહી રોકી શકે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના લઘુમતી સુરક્ષીત હતા, સુરક્ષીત છે અને સુરક્ષીત રહેશે. ભારતીય જાતી અથવા ધર્મના આધારે લોકોને વિબાજીત નથી કરતું.
PoK માં સ્થિતી ખરાબ છે, લોકો ત્યા નથી રહેવા માંગતા: સત્યપાલ મલિક
રાજનાથ સિંહે કહ્યું કે, અનુચ્છેદ 370 ને રદ્દ કરવાનાં ભારતનાં નિર્ણયને પાકિસ્તાન પચાવી શકતું નથી. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં પણ જઇને આટલી મોટી વૈશ્વિક સંસ્થાને ગુમરાહ કરવાના પ્રયાસો કરવા લાગ્યું. સરહદો પર પહેરો દેતા શહીદ થયેલા 122 સૈનિકોની યાદમાં રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે, જો પાકિસ્તાન તરફથી કોઇ પણ ઘુસણખોરી થાય છે તો અમારી સેના તેના માટે પણ તૈયાર બેઠા છે. કોઇ પણ ઘુસણખોર ભારતથી જીવતો પરત નહી ફરે.
સંઘ અંગે બંધાયેલી ખોટી ધારણાઓને ધુર કરવા RSS ચીફની વિદેશી મીડિયા સાથે મન કી બાત
રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પોતાનાં લોકોને સાચી સલાહ આપી છે કે તેમને લાઇન ઓફ કંટ્રોલ પાર ન કરવી જોઇએ કારણ કે અમારી સેના તૈયાર છે. જો તેઓ સીમાપાર કરી અહીં આવે છે તો પરત નહી જઇ શકે. ઇમરાન ખાને મુજફરાબાદમાં શુક્રવારે બોલતા કહ્યું હતું કે, પાકિસ્તાનનાં લોકોને અપીલ કરી હતી કે તેઓ એલઓસી તરફ માર્ચ ન કરે, જ્યાં સુધી તેઓ તેમને નથી પુછતા.
મધ્યપ્રદેશ સરકારે ચાલુ કરી આઉટલેટ પર ચિકન અને દુધ વેચવાની યોજના, BJP નો વિરોધ
રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરમાંથી 370 હટાવવાનાં ભારતનાં નિર્ણયને પચાવી નથી શકતા અને તેઓ ગુમરાહ કરવા માટે આ મુદ્દાને યુએન સુધી લઇ ગયું. ભારતે લઘુમતીની વસ્તી આઝાદી બાદ વધી ગયું છે જ્યારે પાકિસ્તાનમાં શીખો બૌદ્ધો અને અન્ય લોકોની વિરુદ્ધ અધિકારોનું ઉલ્લંઘન થતું રહે છે.
હિંદી દિવસ: અસુદ્દીનનાં ટ્વીટનો જવાબ, ગિરિરાજ સિંહે આપ્યો સણસણતો જવાબ
સિંહે કહ્યું કે, પાકિસ્તાનને વિભાજીત કરવાની જરૂરિયાત નથી અને તેઓ પોતે તુટી જશે. પાકિસ્તાનને આતંકવાદનું સમર્થન કરવાનું બંધ કરી દેવું જોઇએ. અન્યથા તેને તુટવાથી કોઇ પણ અટકાવી શકે નહી. સંરક્ષણમંત્રીએ મારુતી વીર જવાનની તરફથી 122 શહીદોનાં પરિવારજનો અઢી ળાક રૂપિયાની મદદની રકમ આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે