દિલ્હી : AAPના ધારાસભ્ય નરેશ યાદવના વિજયી સરઘસ પર ફાયરિંગ, એક સમર્થકનું મોત
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં થયેલ વિધાનસભા ચૂંટણીનું પરિણામ ગઈકાલે 11 ફેબ્રુઆરીના રોજ આવ્યું હતું. જેના બાદ તરત જ મહારૌલી વિધાનસભાથી વિજયી થયેલા AAP ધારાસભ્ય નરેશ યાદવ (Naresh Yadav) ના કાફલા પર ફાયરિંગ થયું હતું. બે હુમલાખોરોએ ધારાસભ્યના કાફલા પર ફાયરિંગ કર્યું હતું. અચાનક થયેલા આ હુમલામાં ધારાસભ્યના એક સમર્થકનું મોત થયું છે અને અન્ય એક સમર્થક ઘાયલ થયા છે. આ મામલામાં દિલ્હી પોલીસે માહિતી આપી કે, ફરાર બંને આરોપીઓમાંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આ સમગ્ર મામલો આંતરિક દુશ્મનાવટનો હોવાનું કહેવાય છે.
મજૂરોને લઈ જતી જીપના ચાલકને ઝોકું આવી જતા ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ, 6ના મોત
દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું કે, આ મામલામાં ધારાસભ્યને નિશાન બનાવવામાં નહોતા આવ્યા. હુમલાખોરોએ ગાડીની એકદમ નજીક જઈને અશોક માનને જ ટાર્ગેટ કર્યા છે. અશોક માન અને હુમલાખોરના પરિવારની વચ્ચે જૂની દુશ્મનાવટનો મામલો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસ હુમલાખોર અને મૃતક બંનેના ક્રિમીનલ રેકોર્ડ ચકાસી રહી છે. આરોપઓના નામ કાલુ અને દેવ હોવાનું સામે આવ્યું છે.
હિન્દુ મટીને મુસલમાન બનનાર એ.આર. રહેમાનની દીકરી બુરખા મામલે થઈ ટ્રોલ
ઘટના મંગળવારે રાત્રે 10.30 કલાકે બની હતી. જ્યાં મહારૌલી વિધાનસભાથી વિજયી થયેલા ધારાસભ્ય નરેશ યાદવ પોતાના સમર્થકોની સાથે કારની કાફલામાં સવાર હતા. તેઓ કિશનગઢ ગામથી મંદિરથી દર્શન કરીને પરત ફર્યા હતા. તે દરમિયાન બે હુમલાખોરોએ નરેશ યાદવની કાર પર હુમલો કર્યો હતો. નરેશ યાદવ ઓપન જીપમાં સવાર હતા અને તેમની સાથે તેમના સમર્થકો પણ સામેલ હતા. હુમલાખોરોની ગોળી નરેશના બે સમર્થકોને લાગી હતી. ઘાયલ સમર્થકોને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં અશોક માન નામના સમર્થકનું મોત નિપજ્યું હતું અને બીજો સમર્થક હરેન્દ્ર ઘાયલ થયા છે.
Corona virusમાં મોટો ખુલાસો: ચામાચીડિયું નહિ, પણ આ વિચિત્ર પ્રાણીને કારણે ફેલાયો વાયરસ
હુમલા દરમિયાન ધારાસભ્ય પણ એજ કારમાં સવાર હતા, જ્યાં ટાર્ગેટ કરીને ગોળીઓ ચલાવવામાં આવી હતી. ધારાસભ્ય નરેશ યાદવે જણાવ્યું કે, તેઓ પોતાની જીત બાદ કાઉન્સેલિંગ સેન્ટરથી સર્ટિફિકેટ લઈને ધાર્મિક સ્થળો પર ગયા હતા અને રાત્રે 10 વાગ્યે કિશનગઢ ગામમાં મંદિરમાં આવ્યા હતા. નરેશ યાદવે જણાવ્યું કે, તેમની કોઈની સાથે પણ કોઈ દુશ્મનાવટ નથી, અને ન તો તેઓને ઈલેક્શન દરમિયાન કોઈ ધમકી મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે