બેંગ્લુરુ: MPના બળવાખોર ધારાસભ્યોએ કહ્યું- કોંગ્રેસના કોઈ નેતાને અમારે મળવું નથી

મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકારે રાજ્યપાલના નિર્દેશ છતાં ફ્લોર ટેસ્ટ કરાવ્યો નથી. જેના પર ભાજપ તરફથી શિવરાજસિંહ ચૌહાણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. પરંતુ કોર્ટે મંગળવારે તેની સુનાવણી આજ પર ટાળી અને હજુ આજે સુનાવણી ચાલુ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ દોહરાવ્યું છે કે તેમને જીવનું કોઈ જોખમ નથી. 

Updated By: Mar 18, 2020, 02:20 PM IST
બેંગ્લુરુ: MPના બળવાખોર ધારાસભ્યોએ કહ્યું- કોંગ્રેસના કોઈ નેતાને અમારે મળવું નથી

બેંગ્લુરુ: મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકારે રાજ્યપાલના નિર્દેશ છતાં ફ્લોર ટેસ્ટ કરાવ્યો નથી. જેના પર ભાજપ તરફથી શિવરાજસિંહ ચૌહાણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. પરંતુ કોર્ટે મંગળવારે તેની સુનાવણી આજ પર ટાળી અને હજુ આજે સુનાવણી ચાલુ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ દોહરાવ્યું છે કે તેમને જીવનું કોઈ જોખમ નથી. 

બળવાખોર ધારાસભ્યોએ કર્ણાટકના ડીજીપીને અપીલ પણ કરી છે કે કોઈ પણ કોંગ્રેસ નેતાને તેમને મળવા દેવામાં ન આવે. બળવાખોર ધારાસભ્યોએ લખ્યું કે અમારે કોંગ્રેસના કોઈ નેતાને મળવું નથી. 

અમને બંધક બનાવ્યા નથી
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ મુખ્યમંત્રી કમલનાથના દાવાને ફગાવતા કહ્યું કે અમને કોઈએ બંધક બનાવ્યાં નથી. અમે અમારી મરજીથી બેંગ્લુરુમાં છીએ. મધ્યપ્રદેશના પૂર્વ પરિવહન મંત્રી અને ધારાસભ્ય ગોવિંદસિંહ રાજપૂતે કહ્યું કે અનેકવાર અમે મીડિયામાં સાંભળ્યું કે અમને લોકોને બંધક બનાવવામાં આવ્યાં છે. પરંતુ અમે એ જણાવવા માંગીએ છીએ કે અમને બંધક બનાવીને નહીં પરંતુ અમે સ્વેચ્છાએ આવ્યાં છીએ. 

બહુમત પરીક્ષણ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ
ભાજપ તરફથી શિવરાજ સિંહ ચૌહાણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યાં હતાં. દેશની ટોચની કોર્ટે તેના પર સુનાવણી શરૂ કરી છે. કોંગ્રેસ કોરોનાને બહાનું બનાવીને બહુમત પરીક્ષણથી બચવાની કોશિશ કરી રહી છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયા અમારા નેતા
કોંગ્રેસના બળવાખોર નેતાઓએ કહ્યું કે સિંધિયાજી અમારા નેતા છે અને તેઓ જેમ કહેશે તેમ કરીશું. અમે હજુ ભાજપમાં સામેલ થવા પર વિચાર્યું નથી પરંતુ સિંધિયાજીનો આદેશ અમે માનીશું. 

જુઓ LIVE TV

કોંગ્રેસનો આરોપ, ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને બનાવ્યાં બંધક
અત્રે જણાવવાનું કે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં સામે અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યોનું અપહરણ કરીને બંધક બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે કોર્ટમાં કહ્યું કે તેમનો છૂટકારો સુનિશ્ચિત કરો. અરજીમાં કહેવાયું છે કે આ ધારાસભ્યોની ગેરહાજરીમાં વિશ્વાસ મત લઈ શકાય નહીં. જો 22 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે તો પહેલા તેમની બેઠક પર ફરીથી ચૂંટણી થાય કારણ કે આ ધારાસભ્યોના રાજીનામાનો હેતુ સરકાર પાડવાનો છે. અરજીમાં ફ્લોર ટેસ્ટના ગવર્નરના આદેશ ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. કહેવાયું છે કે ગવર્નર પહેલથી એવું માનીને ચાલી રહ્યાં છે કે કમલનાથ સરકાર અલ્પમતમાં છે. આ અરજી વિધાનસભામાં કોંગ્રેસના ચીફ વ્હિપ ગોવિંદ સિંહના નામથી દાખલ કરાઈ છે. 

આ સાથે જ કોંગ્રેસે મામલાને બંધારણીય પીઠને સોંપવાની માગણી કરી છે. કોંગ્રેસના વકીલ દુષ્યંત દવેએ રાજ્યપાલના સ્ટેન્ડ ઉપર પણ સવાલ ઉઠાવ્યો. કહ્યું કે રાજ્યપાલ કોઈને સાંભળ્યા વગર કઈ રીતે દાવો કરી શકે કે સરકારે બહુમત ગુમાવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...