Republic Day 2021: રાજપથ પર દેશની લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળશે
Republic Day 2021 રક્ષા મંત્રાલય અનુસાર ગણતંત્ર દિવસ પરેડ (Republic Day Parade) માં રાજપથ પર 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ટેબ્લો, રક્ષા મંત્રાલયના છ ટેબ્લો અન્ય કેન્દ્રીય મંત્રાલયો અને અર્ધસૈનિક દળોના નવ ટેબ્લો સહિત 32 ટેબ્લોમાં દેશનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, આર્થિક પ્રગતિ અને સૈન્ય તાકાતની આન બાન શાન નજર આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ પરેડ (Republic Day 2021) માં મંગળવારે દેશની સૈન્ય તાકાતની સાથે સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળશે. ભારત પરેડ દરમિયાન પ્રથમવાર રાફેલ લડાકૂ વિમાનોની ઉડાનની સાથે ટી-90 ટેન્કો, સમવિજય ઇલેક્ટ્રોનિક યુદ્ધ સિસ્ટમ, સુખોઈ-30 એમકે આઈ લડાકૂ વિમાનો સહિત પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરશે.
રક્ષા મંત્રાલય અનુસાર ગણતંત્ર દિવસ પરેડ ((Republic day 2021) માં રાજપથ પર 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ટેબ્લો, રક્ષા મંત્રાલયના છ ટેબ્લો અન્ય કેન્દ્રીય મંત્રાલયો અને અર્ધસૈનિક દળોના નવ ટેબ્લો સહિત 32 ટેબ્લોમાં દેશનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, આર્થિક પ્રગતિ અને સૈન્ય તાકાતની આન બાન શાન નજર આવશે. મંત્રાલયે કહ્યુ, સ્કૂલના છાત્રો લોક નૃત્ય રજૂ કરશે. ઓડિશામાં કાલાહાંડીનું મનમોહક લોક નૃત્ય બજાસલ, ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અને આત્મનિર્ભર ભારતના અભિયાનની બાનગી પણ રજૂ કરશે.
સ્વર્ણિમ વિજય વર્ષ મનાવી રહ્યું છે ભારત
મંત્રાલયે કહ્યું કે, બાંગ્લાદેશ સૈન્ય દળની 122 સભ્યોની ટુકડી પણ મંગળવારે રાજપથ પર માર્ચ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું, બાંગ્લાદેશની ટુકડી, બાંગ્લાદેશના મુક્તિ યોદ્ધાઓનો વારસો આગળ વધારશે જેણે લોકો પર દમન અને અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને બાંગ્લાદેશને 1971મા આઝાદી અપાવી. ભારત, 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર જીતના ઉપલક્ષ્યમાં સ્વર્ણિમ વિજય વર્ષ મનાવી રહ્યું છે. આ યુદ્ધ બાદ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું.
મુખ્ય જંગી ટેંક ભીષ્ણ પણ હશે પરેડનો ભાગ
રક્ષા મંત્રાલયે કહ્યું કે, પરેડ દરમિયાન થલ સેના પોતાની મુખ્ય જંગી ટેંક ટી90 ભીષ્મ, ઇનફૈન્ટ્રી કોમ્બેટ વાહન બીએમપી-બે સરથ, બ્રહ્મોસ મિસાઇલની મોબાઇલ લોન્ચ સિસ્ટમ, રોકેટ સિસ્ટમ પિનાકા, ઇલેક્ટ્રોનિક યુદ્ધ સિસ્ટમ સમવિજય સહિત અન્યને પ્રદર્શિત કરશે.
આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ Republic Day parade 2021: ગણતંત્ર પર ભારત કરશે શક્તિ પ્રદર્શન, આ વર્ષે પરેડમાં સામેલ થશે રાફેલ
ગણતંત્ર દિવસ (Republic day 2021) પરેડ પર આ વર્ષે નૌસેના પોતાના આઇએનએસ વિક્રાંત અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન નૌસૈન્ય અભિયાનની ઝાંખી રજૂ કરશે. ભારતીય વાયુ સેના લડાકૂ વિમાન તેજસ અને દેશમાં વિકસિત એન્ટી ટેન્ક મિસાઇલ ધ્રુવાસ્ત્ર પર પ્રસ્તુતી રજૂ કરશે. રાફેલ સહિત વાયુ સેનાના 38 વિમાન અને ભારતીય થલ સેનાના ચાર વિમાન મંગળવારે ઉડાનમાં ભાગ લેશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ની આ વખતે પરેડ દરમિયાન બે ટેબલો હશે.
17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટેબ્લો રજૂ થશે
આ વખતે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટેબ્લો રજૂ કરવામાં આવશે, જેમાં ગુજરાત, આસામ, તમિળનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, છત્તીસગ,, પંજાબ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, દિલ્હી અને લદાખ શામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે