રિયા ચક્રવર્તીને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી, વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા થશે સુનાવણી

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. તેનાથી ત્રણ દિવસમાં લગભગ 30 કલાક પૂછપરછ કરવામાં આવી

રિયા ચક્રવર્તીને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી, વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા થશે સુનાવણી

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. તેનાથી ત્રણ દિવસમાં લગભગ 30 કલાક પૂછપરછ કરવામાં આવી. પૂછપરછમાં રિયાએ એ વાત કબૂલ કરી છે કે તે સુશાંતને ડ્રગ્સ પુરૂ પાડતી હતી. હવે આ કેસમાં મોટી જાણકારી સામે આવી રહી છે કે NCB ની માંગ પર રિયા ચક્રવર્તીને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી છે. 

14 દિવસની કસ્ટડીમાં રિયા
તમને જણાવી દઇએ કે રિયાને ધરપકડ બાદ સાયન હોસ્પિટલ લઇ જવામાં આવી અને ત્યાં તેમનું મેડિકલ કરાવવામાં આવ્યું. મેડિકલ કરાવ્યા બાદ તેમને ફરીથી એનસીબી ઓફિસ લાવવામાં આવી. એનસીબી ઓફિસથી તેમણે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી. જ્યાં કોર્ટે તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી. હવે રિયાના વકીલ જામીન માટે અરજી દાખલ કરશે. 

રિયાને શોવિક અને મિરાંડની સામે બેસાડીને કરી પૂછપરછ
આ પહેલાં ડ્રગ્સ ખરીદવાના કેસમાં રિયાના ભાઇ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીએ આજે રિયાને શોવિક અને મિરાંડની સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. રવિવારે અને સોમવારે પૂછપરછ બાદ ત્રીજા દિવસે પણ પૂછપરછ માટે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ને એનસીબીએ બોલાવી હતી. 10.35 મિનિટે રિયા એનસીબી ઓફિસ પહોંચી અને લગભગ સવા ત્રણ વાગે તેમની ધરપકડ કરવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news