મહાગઠબંધનમાં નક્કી થયો સીટ શેરિંગનો ફોર્મૂલા, કોંગ્રેસના ખાતે ગઇ 9 બેઠક!

બિહારમાં મહાગઠબંધન ઘટક દળોની વચ્ચે બેઠક વહેંચણીને લઇને ચાલી રહેલો વિવાદ દૂર થઇ ગયો છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, બુધવાર સવારે સાડા 11 વાગે આ વાતની જાહેરાત કરવામાં આવશે

મહાગઠબંધનમાં નક્કી થયો સીટ શેરિંગનો ફોર્મૂલા, કોંગ્રેસના ખાતે ગઇ 9 બેઠક!

પટના: બિહારમાં જાહેર મહાગઠબંધનના ઘટક દળની વચ્ચે લોકસભા ચૂંટણીને લઇને સીટ શેરિંગનો ફોર્મૂલા લગભગ નક્કી થઇ ગયો છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સૌથી વધારે બેઠકો પર ચૂંટણી લડશે. ત્યારબાદ કોંગ્રેસને 9 બેઠક આપવામાં આવી છે. બુધવારના પટનામાં જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી બેઠક શેરિંગની જાહેરાત કરી દેવામાં આવશે.

બિહારમાં મહાગઠબંધન ઘટક દળોની વચ્ચે બેઠક વહેંચણીને લઇને ચાલી રહેલો વિવાદ દૂર થઇ ગયો છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, બુધવાર સવારે સાડા 11 વાગે આ વાતની જાહેરાત કરવામાં આવશે.

સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર મહાગઠબંધનમાં જે નવો ફોર્મૂલા નક્કી થયો છે. તેના અનુસાર, આરજેડી 20, કોંગ્રેસ 9 બેઠક પર ચૂંટણી લડશે. ત્યારે ઉપેન્દ્ર કૂશવાહની પાર્ટી રાલોસપાને 4 અને જીતર રામ માંઝીના નેતૃત્વવાળા હિન્દુસ્તાન આવામ મોરચાને ત્રણ બેઠક આપવામાં આવી રહી છે. નવા સમીકરણમાં શરદ યાદવ અને મુખેસ સહનીના ખાતે બે-બે બેઠકો જઇ રહી છે.

મળતી જાણકારી અનુસાર, વામ દળને આ મહાગઠબંધનથી અલગ રાખવામાં આવ્યું છે. આ વાત પર એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આરજેડી એકાદ બેઠક આપી શકે છે. જ્યાં ઉમેદવારની જાહેરાત પણ થઇ ગઇ છે.

જણાવી દઇએ કે એનડીએમાં પહેલા જ સીટ શેરિંગની ઘોષણા થઇ ગઇ હતી. હાલમાં જ આ વાતની જાહેરાત પણ કરવામાં આવી છે કે કઇ પાર્ટી કઇ બેઠક પરથી ચૂંટણી લડશે. બિહારમાં 7 તબક્કાઓમાં ચૂંટણી યોજાશે. 23 મેએ મતગણતરીની તારીખ નક્કી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news