IIT-JEE અને NEETની પરીક્ષાઓ સ્થગિત કરવાની SCએ ચોખ્ખી ના પાડી, જાણો ક્યારે લેવાશે EXAM

એન્જિનિયર અને ડોક્ટર બનવાના સપના જોતા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યાં છે. કોરોના મહામારી (Corona virus) ને ધ્યાનમાં રાખીને IIT-JEE અને NEET પરીક્ષાઓને યોજવા માટે લીલી ઝંડી આપી દીધી છે. 

IIT-JEE અને NEETની પરીક્ષાઓ સ્થગિત કરવાની SCએ ચોખ્ખી ના પાડી, જાણો ક્યારે લેવાશે EXAM

નવી દિલ્હી: એન્જિનિયર અને ડોક્ટર બનવાના સપના જોતા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યાં છે. કોરોના મહામારી (Corona virus) ને ધ્યાનમાં રાખીને IIT-JEE અને NEET પરીક્ષાઓને યોજવા માટે લીલી ઝંડી આપી દીધી છે. 

સોમવારે જસ્ટિસ અરુણ મિશ્રાની પેનલે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા IIT-JEEને સ્થગિત કરવાની માગણીવાળી અરજી ફગાવી દીધી. અરજી ફગાવતા પેનલે કહ્યું કે આ દેશમાં બધુ અટકાવી દઈએ? એક કિમતી વર્ષ આમ જ બરબાદ થવા દઈએ?

અત્રે જણાવવાનું કે અરજીમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસને પગલે સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત  IIT-JEE અને NEET પરીક્ષાઓને ટાળવાની માગણી કરવામાં આવી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે હાલમાં જ જણાવ્યું હતું કે જેઈઈ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી યોજવામાં આવશે. જ્યારે NEET પરીક્ષા 13 સપ્ટેમ્બરે આયોજિત કરાશે. 

— ANI (@ANI) August 17, 2020

11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ દેશમાં ઝડપથી વધી રહેલા કોવિડ-19ના સંક્રમણને જોતા જેઈઈ મેઈન અને NEET યુજી પરીક્ષાઓને સ્થગિત કરવાની ભલામણ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી  કરી હતી. અરજીમાં કોરોના વાયરસ મહામારીનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)ની 3 જુલાઈની નોટિસને રદ કરવાની અપીલ કરાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news