વિકાસ દુબેએ પોલીસ પૂછપરછમાં કર્યા હતાં ચોંકાવનારા ખુલાસા, જાણીને ધ્રુજારી છૂટી જશે

8 પોલીસર્મી વિકાસ દુબે આજે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. પણ ગેંગસ્ટર વિકાસ દુબેની જ્યારે મધ્ય પ્રદેશ પોલીસે ગઈ કાલે ધરપકડ કરી અને પૂછપરછ કરી તો તેણે 8 પોલીસકર્મીઓની ઘાતકી હત્યા પર મોટો ખુલાસો કર્યો હતો . અત્રે જણાવવાનું કે વિકાસ દુબેની ગઈ કાલે મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં વિકાસે જણાવ્યું હતું કે જઘન્ય અપરાધને અંજામ આપ્યા બાદ ઘરની બરાબર બાજુમાં આવેલા કૂવા પાસે પાંચ પોલીસકર્મીઓની લાશોને એક ઉપર એક રાખવામાં આવી હતી. જેથી કરીને તેમને બાળીને પુરાવા નષ્ટ કરી શકાય. વિકાસે કહ્યું હતું કે તેને શહીદ થયેલા પોલીસ ઓફિસર દેવેન્દ્ર મિશ્રા સાથે જરાય બનતું નહતું. 
વિકાસ દુબેએ પોલીસ પૂછપરછમાં કર્યા હતાં ચોંકાવનારા ખુલાસા, જાણીને ધ્રુજારી છૂટી જશે

નવી દિલ્હી: 8 પોલીસર્મી વિકાસ દુબે આજે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. પણ ગેંગસ્ટર વિકાસ દુબેની જ્યારે મધ્ય પ્રદેશ પોલીસે ગઈ કાલે ધરપકડ કરી અને પૂછપરછ કરી તો તેણે 8 પોલીસકર્મીઓની ઘાતકી હત્યા પર મોટો ખુલાસો કર્યો હતો . અત્રે જણાવવાનું કે વિકાસ દુબેની ગઈ કાલે મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં વિકાસે જણાવ્યું હતું કે જઘન્ય અપરાધને અંજામ આપ્યા બાદ ઘરની બરાબર બાજુમાં આવેલા કૂવા પાસે પાંચ પોલીસકર્મીઓની લાશોને એક ઉપર એક રાખવામાં આવી હતી. જેથી કરીને તેમને બાળીને પુરાવા નષ્ટ કરી શકાય. વિકાસે કહ્યું હતું કે તેને શહીદ થયેલા પોલીસ ઓફિસર દેવેન્દ્ર મિશ્રા સાથે જરાય બનતું નહતું. 

આ માટે આગ લગાવવા ઘરમાં પહેલેથી ઈંધણ જમા કરી રાખવામાં આવ્યું હતું. બધા મૃતદેહો બાળી મૂકવાની યોજના હતી પરંતુ લાશોને જમા કર્યા બાદ પોલીસફોર્સ આવી જતા તે બાળવા માટે તક જ ન મળી અને ફરાર થઈ ગયાં. તેણે પોતાના તમામ સાથીઓને અલગ અલગ ભાગવાનું કહ્યું હતું. 

વિકાસે પૂછપરછમાં જણાવ્યું હતું કે બિકરુ ગામમાંથઈ નીકળતી વખતે મોટાભાગના સાથીઓને જે ઠીક લાગ્યું તે રીતે ભાગી ગયાં. અમને એવી સૂચના મળી હતી કે પોલીસ વહેલી સવારે રેડ પાડશે પણ પોલીસે રાતે જ રેડ કરી. બધા માટે ભોજન બની ગયું હતું પણ અમે ભોજન પણ નહતા કરી શક્યા જેથી કરીને મને ગુસ્સો આવ્યો હતો. 

ઘટનાના બીજા દિવસે વિકાસના મામા કે જે જેસીબી મશીનનો ઈન્ચાર્જ હતો પણ તે ચલાવતો નહતો તે માર્યો ગયો હતો. રાતે રાજૂ નામના એક સાથીએ જેસીબી મશીનને રસ્તા વચ્ચે પાર્ક કરી દીધુ હતું. મામાનું પોલીસે બીજા દિવસે એન્કાઉન્ટર કર્યું હતું. 

જુઓ LIVE TV

વિકાસ દુબેએ કહ્યું હતું કે ચૌબેપુર પોલીસ સ્ટેશન જ નહીં પણ આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ તેના મદદગારો હતો અને તમામ કેસમાં તેની મદદ કરતા હતાં. તેણે કહ્યું કે લોકડાઉન દરમિયાન ચૌબેપુર પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓ તેનું ખુબ ધ્યાન રાખ્યુ હતું., બધાને ખાવા પીવા અને અન્ય મદદ પણ કરતા હતાં. 

અત્રે જણાવવાનું કે 2 જુલાઈની મધરાતે 8 પોલીસકર્મીઓની હત્યા કરીને વિકાસ દુબે કાનપુરથી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન યુપી, હરિયાણા, રાજસ્થાનની સરહદો પાર કરીને તે 9 જુલાઈના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં જોવા મળ્યો. જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news