Tractor Parade: ખેડૂતોની ટ્રેક્ટર રેલી બની તોફાની, હિંસા પર ખેડૂત નેતાએ આપ્યું મોટું નિવેદન

નવા કૃષિ કાયદા ( Farm Laws) સામે દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આજે ટ્રેક્ટર રેલી (Tractor rally) કાઢી જે તોફાની બની ગઈ છે. અનેક જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે ખેડૂત નેતા રાકેશ ટિકેતે (Rakesh Tikait)  મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે રાજકીય પક્ષોના લોકો ખેડૂત આંદોલનમાં સામેલ થઈને ગડબડી કરી રહ્યા છે. 

Tractor Parade: ખેડૂતોની ટ્રેક્ટર રેલી બની તોફાની, હિંસા પર ખેડૂત નેતાએ આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા ( Farm Laws) સામે દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આજે ટ્રેક્ટર રેલી (Tractor rally) કાઢી જે તોફાની બની ગઈ છે. અનેક જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે ખેડૂત નેતા રાકેશ ટિકેતે (Rakesh Tikait)  મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે રાજકીય પક્ષોના લોકો ખેડૂત આંદોલનમાં સામેલ થઈને ગડબડી કરી રહ્યા છે. 

આ અગાઉ સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના સંસ્થાપક યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે દિલ્હી (Delhi) માં ચાર જગ્યાઓ પરથી મને હિંસાના સમાચાર મળ્યા છે. સમગ્ર સૂચના મળી નથી. હું અહીં શાહજહાપુર બોર્ડર પર પરેડને લીડ કરી રહ્યો છું. ત્રણ-ચાર જગ્યાઓ પર બેરિકેડ તોડવાના સમાચાર મળ્યા છે. હું લોકોને અપીલ કરું છું કે તેઓ ટ્રેક્ટર રેલી (Tractor rally) માટે જે રૂટ નક્કી થયો છે તેના પર જ જાય. જ્યાં સુધી હિંસાની વાત છે તો મેં પહેલા જ કહ્યું હતું કે સિંઘુ બોર્ડર પર જે લોકો છે તે અમારા સંગઠનનો ભાગ નથી. તેઓ આ પ્રકારની હરકત કરી શકે છે. 

આ બાજુ ઘર્ષણની ઘટનાઓ અંગે રાજકીય હસ્તીઓએ શાંતિ વર્તવાની અપીલ કરી છે. ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને કહ્યું કે હિંસા અને તોડફોડથી કોઈ ઉકેલ આવશે નહીં. હું બધાને અપીલ કરવા માંગુ છું કે શાંતિ અને સન્માન જાળવી રાખે. આજનો દિવસ આવી અરાજકતાભરી ઘટનાઓ માટે નથી. 

— ANI (@ANI) January 26, 2021

કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી, ઈજા કોઈને પણ થાય, નુકસાન આપણા દેશનું જ થશે. દેશહિત માટે કૃષિ કાયદાને પાછા ખેંચો. 

આ બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે ખેડૂત આંદોલન અત્યાર સુધી શાંતિપૂર્ણ રહ્યું છે. ખેડૂતોને અપીલ છે કે શાંતિ જાળવે અને હિંસા ન કરે. લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી. જો આ આંદોલનમાં હિંસા થઈ તો તે ખેડૂત આંદોલનને અસફળ બનાવવાની કોશિશ કરી રહેલી તાકાતોના મનસૂબા પાર પાડશે આથી કોઈ પણ સંજોગોમાં શાંતિ જાળવો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news