Corona સામે જંગ નિર્ણાયક તબક્કામાં, છેલ્લા ત્રણ સપ્તાહથી 251 જિલ્લામાં એકપણ મૃત્યુ નહીં

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં માત્ર 19 દિવસમાં 44,49,552 લોકોને કોરોનાની રસી (Corona Vaccine) આપવામાં આવી છે.

Corona સામે જંગ નિર્ણાયક તબક્કામાં, છેલ્લા ત્રણ સપ્તાહથી 251 જિલ્લામાં એકપણ મૃત્યુ નહીં

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના (Corona virus) નવા મામલામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો સૌથી વધુ દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. તેનાથી સક્રિય કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા પણ સતત ઘટી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું કે, દેશના 47 જિલ્લામાં એકપણ કેસ સામે આવ્યો નથી, જ્યારે 251 જિલ્લામાં છેલ્લા ત્રણ સપ્તાહથી એકપણ વ્યક્તિનું નિધન થયું નથી. 

ઝડપથી ચાલી રહ્યું છે રસીકરણ અભિયાન
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં માત્ર 19 દિવસમાં 44,49,552 લોકોને કોરોનાની રસી (Corona Vaccine) આપવામાં આવી છે. એટલું જ નહીં ભારત માત્ર 18 દિવસમાં 40 લાખ કોવિડ-19 રસીકરણ કરનાર વિશ્વનો સૌથી ઝડપી દેશ બની ગયો છે. ઘણા દેશોએ આમ કરવામાં 65 દિવસ લગાવ્યા છે. મહત્વનું છે કે ભારતે 16 જાન્યુઆરીએ કોરોના વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી. 

કેરલ અને મહારાષ્ટ્રમાં સક્રિય કેસ વધુ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ (Rajesh Bhushan) એ જણાવ્યું કે, દેશમાં સક્રિય કેસની સંખ્યા હવે માત્ર 1,55,000 છે. આ સંક્રમણના કુલ કેસના 1.44 ટકા છે. કોવિડથી અત્યાર સુધી  1,54,000 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધી 19,90,00,000 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. હાલના સમયમાં પોઝિટિવિટી રેટ 5.42 ટકા છે. પરંતુ કેરલ અને મહારાષ્ટ્ર (Kerala and Maharashtra) માં સક્રિય કેસની સંખ્યા હજુ પણ વધુ છે. માત્ર આ બન્ને રાજ્યોમાં 70 ટકા સક્રિય કેસ છે. 

24  કલાકમાં 3,10,604 લોકોનું રસીકરણ
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 8041 સત્રોમાં 3,10,604 લોકોને રસી લગાવવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી રસીકરણના કુલ 84617 સત્રનું આયોજન થયું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 7030 લોકોએ કોરોનાને માત આપી છે. તો કેરલમાં પણ રિકવરીનો સારો દર છે અને કુલ 6380 લોકો છેલ્લા 24 કલાકમાં સાજા થયા છે. તો તમિલનાડુમાં 533 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. 

47 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, દેશના 47 જિલ્લામાં છેલ્લા ત્રણ સપ્તાહમાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. દેશમાં અત્યાર સુધી દૈનિક સંક્રમણ દર 1.82 ટકા છે. દેશમાં છેલ્લા 19 દિવસથી દૈનિક સંક્રમણનો દર 2 ટકાથી નીચે છે. દેશમાં કોરોનાને હરાવનાર કુલ લોકોની સંખ્યા 1,04,80,455 થઈ ગઈ છે. દેશમાં રિકવરી રેટ વધીને 97.13 ટકા થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news