UP ફરી થઇ રહ્યું છે Lockdown? જલદીથી વાંચી લો શું છે હકિકત

તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના આદેશનુસાર દરેક જિલ્લામાં બજાર અઠવાડિયામાં પાંચ દિવસ દરેક પરિસ્થિતિમાં ખુલ્લા રહેશે. તેમણે કહ્યું કે કોઇપણ સ્થિતિમાં પાંચ દિવસ બજાર સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

UP ફરી થઇ રહ્યું છે Lockdown? જલદીથી વાંચી લો શું છે હકિકત

લખનઉ: ઉત્તર પ્રદેશ સરકારે કોવિડ 19 વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખતા બિહાર તથા દેશના અન્ય ઘણા રાજ્યોમાં ફરીથી લોકડાઉન કરવાને ધ્યાનમાં રાખતાં પ્રદેશમાં પણ એવું પગલું ભરવાની અટકળો પર વિરામ લગાવતાં બુધવારે કહ્યું કે સૂબાના દરેક જિલ્લામાં બજાર અઠવાડિયાના પાંચ દિવસ ખુલ્લા રહેશે. પ્રદેશના ગૃહ તથા સૂચના વિભાગની અધિક મુખ્ય સચિવ અવનીશ કુમારે અહીં જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 'અનલોક'ની પ્રક્રિયાની સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક જિલ્લામાં સોમવારથી શુક્રવારએ બજારને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેના પર મુખ્યમંત્રીએ આદેશ આપ્યો કે તમામ જિલ્લાધિકારી, મુખ્ય સચિવ અને શાસન દ્વારા આપવામાં આવેલા આદેશનું કડકાઇથી પાલન કરો. 

5 દિવસ ખુલશે બજાર
તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના આદેશનુસાર દરેક જિલ્લામાં બજાર અઠવાડિયામાં પાંચ દિવસ દરેક પરિસ્થિતિમાં ખુલ્લા રહેશે. તેમણે કહ્યું કે કોઇપણ સ્થિતિમાં પાંચ દિવસ બજાર સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. મુખ્યમંત્રીનો આદેશ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પડોશી રાજ્ય બિહારમાં કોવિડ 19 સંક્રમણ વધતાં કેસને ધ્યાનમાં રાખતા 16 થી 31 જુલાઇ સુધી ફરીથી બંધ જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્ણાટક સહિત દેશના લગભગ 12 રાજ્યોના વિભિન્ન વિસ્તારોમાં સ્થાનિક સ્તર પર જરૂરિયાત અનુસાર બંધ લાગૂ કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં પણ ઝડપથી વધતા જતા સંક્રમણને ધ્યાનમાં અહીં પન ફરીથી બંધ લાગૂ કરવામાં આવી શકે છે. 

અવસ્થીએ જણાવ્યું કે પ્રદેશમાં દર શનિવારે અને રવિવારે સાફ સફાઇનું વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. રાજ્યમાં નિર્ધારિત માપદંડથી નીચે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીનું માનવું છે કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાથી સ્વચ્છતા પર પણ સારી અસર પડશે. 

તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ કોવિડ તપાસના મામલે અત્યાર સુધી તમિલનાડુ અને મહારાષ્ટ્રથી પાછળ છે. જોકે આ રાજ્યોના મુકાબલે ઉત્તર પ્રદેશમાં સંક્રમણના કેસ અનેક ગણા ઓછા છે. અવસ્થીએ કહ્યું કે ગાજિયાબાદમાં આ મહિને એક નવી કોવિડ લેબોરેટરી સ્થાપિત કરવામાં આવશે અને જલદી જ દરરોજ 50 હજાર નમૂનાની તપાસ થશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે તપાસના મામલે ઉત્તર પ્રદેશ આ મહિનાના અંત સુધી ટોચ પર પહોંચી જશે. 

મુખ્ય અધિક સચિવે જણાવ્યું કે મુખ્યમંત્રીએ કાનપુર નગર, અમરોહા, લખનઉ અને ઝાંસીમાં વિશેષ સતર્કતા વર્તવા કહ્યું છે. પોલીસકર્મીઓમાં સંક્રમણને લઇને મુખ્યમંત્રીએ ખાસકરીને કાર્યવાહી કરવાના નિર્દેશ આપતાં કહ્યું કે પોલીસકર્મીઓને મોજા, માસ્ક અને સેનિટાઇઝ મળે અને તથા બેરોકોનું પ્રોટોકોલ અપનાવવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news