NDAને આંચકો, ઉપેન્દ્ર કુશવાહાએ છેડો ફાડ્યો, કહ્યું-RSSના એજન્ડા પર કામ કરે છે BJP

આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ મંત્રી પદેથી રાજીનામુ અને એનડીએ ગઠબંધન સાથે છેડો ફાડવાની જાહેરાત કરી નાખી છે.

NDAને આંચકો, ઉપેન્દ્ર કુશવાહાએ છેડો ફાડ્યો, કહ્યું-RSSના એજન્ડા પર કામ કરે છે BJP

નવી દિલ્હી: આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ મંત્રી પદેથી રાજીનામુ અને એનડીએ ગઠબંધન સાથે છેડો ફાડવાની જાહેરાત કરી નાખી છે. હવે તેઓ એનડીએના સભ્ય નથી. કુશવાહાએ પીએમ મોદી સહિત ભાજપના નેતાઓ અને નીતિશકુમાર પર નિશાન સાધતા કહ્યું કે આ બધા જનતાને ઠગવાનું કામ કરી રહ્યાં છે અને મારી પાર્ટીને તોડવાનું કામ કરે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપ ફક્ત આરએસએસના એજન્ડા પર કામ કરી રહ્યો છે. 

પીએમ મોદીએ બિહારના વિકાસ માટે ખુબ આશ્વાસન આપ્યું હતું અને અમને ખાતરી અપાવી  હતી કે બિહારના સારા દિવસો આવશે. સ્પેશિયલ પેકેજની પણ વાત કરવામાં આવી હતી પરંતુ કઈ પણ કરાયું નહીં. વિકાસના નામ પર બિહાર ત્યાંનું ત્યાં જ છે. બિહારના વિકાસને ધ્યાનમાં રાખીને કશું થયું નથી. કુશવાહાએ કહ્યું કે બિહારમાં શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ રીતે ચોપટ થઈ ગઈ છે. જે પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું તેને પૂરું કરવામાં નરેન્દ્ર મોદી અસફળ રહ્યાં છે. 

એનડીએની સરકાર આવ્યા બાદ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત  થઈ હતી. સરકાર બન્યા બાદ કહેવાયું હતું કે તેમાં કેટલીક ગડબડ છે અને તેને ઠીક કરવામાં આવી રહી છે. પરંતુ હવે તેને પ્રકાશિત કરાઈ નથી. જાતિ વસ્તીગણતરીનું કામ પણ હવે બંધ કરી દેવાયું છે. આ કામમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં હતાં. 

જો જાતિ આધારિત વસ્તીગણતરીને પ્રકાશિત કરવામાં આવી હોત તો પછાત જ્ઞાતિઓના વિકાસને લઈને કામ થઈ શકત. પરંતુ આમ થયું નહીં. આથી ઓબીસી વર્ગના લોકો પોતાને ઠગાયેલા મહેસૂસ કરી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ઓબીસીમાં જે પણ અત્યંત પછાત છે તેમની ઓળખ કરીને તેમનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. પરંતુ રિપોર્ટ હજુ તૈયાર થયો નથી. સોશિયલ જસ્ટિસમાં સામાજિક ન્યાય થયો નહીં. 

એનડીએમાં આરએસએસના એજન્ડાને સામેલ કરવામાં આવ્યાં અને આજે પણ તે જ એજન્ડા પર કામ કરવામાં આવી રહ્યું છે. જે યોગ્ય નથી. આ બાજુ નીતિશકુમારની સરકાર પણ બિહારમાં કોઈ પણ પ્રકારે સફળ રહી નથી. 15 વર્ષથી બિહારમાં સરકાર છે પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં સારું કામ થયું નથી. લો એન્ડ ઓર્ડરથી લઈને બિહારમાં શિક્ષણ વ્યવસ્થાને ચોપટ કરી દેવાઈ. 

નીતિશકુમાર જ્યારથી એનડીએમાં સામેલ થયા છે ત્યારથી આરએલએસપીને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. બિહાર વિધાનસભામાં પણ આરએલએસપીને જગ્યા અપાઈ નથી. તે સમયે મારી પાર્ટીને ખતમ કરવાની કોશિશ શરૂ થઈ. એટલું જ નહીં નીતિશકુમારની સાથે ભાજપ પણ જોડાઈ ગયો અને મને સામાજિક રીતે અને અંગત રીતે અપમાનિત કરાયો. 

સીટ શેરિંગના મુદ્દે ઉપેન્દ્ર કુશવાહાએ  કહ્યું કે મને ઓછી સીટ આપવાની વાત કરાઈ. મેં વધુ સીટો માંગી. એટલે સુધી કે ગત સીટોની સંખ્યા પર ચૂંટણી લડવાની વાત પણ કરી. તેઓ તેના ઉપર પણ તૈયાર ન થયા. અમે બિહારની જનતા માટે કામ કરી રહ્યાં છીએ. પરંતુ એનડીએ અમને કામ કરવા દેવા માંગતું નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news