યોગી સરકારે વર્ષો જૂનો કાયદો રદ કર્યો, હવે મંત્રીઓનો ટેક્સ સરકાર નહીં ચૂકવે, તેમણે પોતે ભરવો પડશે
ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) મુખ્યમંત્રી અને મંત્રીઓના ટેક્સ ભરવાના મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) 4 દાયકા જૂની વ્યવસ્થાને ખતમ કરવાનો આદેશ આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) મુખ્યમંત્રી અને મંત્રીઓના ટેક્સ ભરવાના મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) 4 દાયકા જૂની વ્યવસ્થાને ખતમ કરવાનો આદેશ આપ્યો છે. જે મુજબ હવે મુખ્યમંત્રી કે મંત્રી પોતાના ખિસ્સામાંથી આવકવેરા રિટર્ન (Income Tax Return) ફાઈલ કરશે. એટલે કે હવે ભવિષ્યમાં કોઈ પણ કેબિનેટ મંત્રી કે મુખ્યમંત્રીનું આવકવેરા રિટર્ન સરકારી ખજાનામાંથી ભરાશે નહીં. હકીકતમાં અત્યાર સુધી સરકાર મંત્રીઓનું આવકવેરા રિટર્ન સરકારી ખજાનામાંથી ભરતી હતી. એક રિપોર્ટ સામે આવ્યાં બાદ યુપીની યોગી સરકારે સરકારી ખજાના પર બોજો પાડતી આ વર્ષો જૂની પરંપરાને ખતમ કરવાની જાહેરાત કરી છે. આ અગાઉ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત 18 પૂર્વ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓનો આવકવેરો સરકારી ખજાનામાંથી ભરાય છે. આ મુખ્યમંત્રીઓ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને ભાજપ સહિત કોંગ્રેસ પાર્ટીના છે.
Uttar Pradesh Government: UP Chief Minister and the Council of Ministers will now pay their own Income-Tax, which was earlier being paid by the state treasury under UP Ministers’ Salaries, Allowances and Miscellaneous Act, 1981. pic.twitter.com/gDuYtAJXY4
— ANI UP (@ANINewsUP) September 13, 2019
જે પૂર્વ મુખ્યમંત્રીઓ તરફથી સરકારને આવકવેરો જમા કરવાનો હતો તેમાં નારાયણદત્ત તિવારી, મુલાયમ સિંહ યાદવ, કલ્યાણ સિંહ, માયાવતી, રાજનાથ સિંહ, અખિલેશ યાદવ, અને યોગી આદિત્યનાથ સામેલ છે. મુખ્યમંત્રીઓનો આવકવેરો ભરવાનું આ બિલ વિશ્વનાથ પ્રતાપ સિંહના કાર્યકાળમાં પાસ થયું હતું. જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતાં.
હાલના સમયમાં યોગી સરકાર દરમિયાન 2 વર્ષમાં જેટલા પણ મંત્રી રહ્યાં તેમનો 86 લાખનો ઈન્કમ ટેક્સ સરકારે જ ભર્યો છે. હવે બાકી જૂની રકમ જે મુખ્યમંત્રીઓ અને મંત્રીઓના નામથી જમા થવાની છે તે પણ સરકાર જ ભરવાનો હતો પરંતુ હવે નવો નિર્ણય લેવાયા બાદ સરકાર તરફથી આ રિટર્ન દાખલ કરાશે નહીં.
જુઓ LIVE TV
19 મુખ્યમંત્રીઓએ લાભ ઉઠાવ્યો
ઉત્તર પ્રદેશના મંત્રીઓના વેતન, ભથ્થા અને વિવિધ અધિનિયમ 1981 હેઠળ એક કાયદો લાગુ કરાયો હતો. તે સમયે મુખ્યમંત્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ (વી પી સિંહ) હતાં. ત્યારથી લઈને અત્યાર સુધીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ, માયાવતી, કલ્યાણ સિંહ, રામ પ્રકાશ ગુપ્તા, રાજનાથ સિંહ, શ્રીપતિ સિંહ, વીર બહાદુર સિંહ, અને નારાયણદત્ત તિવારી સહિત 19 મુખ્યમંત્રીઓએ આ કાયદાનો ખુબ લાભ ઉઠાવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે