UP: યોગી સરકારના ત્રીજા મંત્રી કોરોનાની ઝપેટમાં, ચેતન ચૌહાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ઉત્તર પ્રદેશના હોમગાર્ડ મંત્રી ચેતન ચૌહાણનો શનિવારની સવારે ટેસ્ટ થયો, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચેતન ચૌહાણ અમરોહા જિલ્લાની નૌગાંવા વિધાનસભાથી ધારાસભ્ય છે. 

Trending Photos

UP: યોગી સરકારના ત્રીજા મંત્રી કોરોનાની ઝપેટમાં, ચેતન ચૌહાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

લખનઉઃ યોગી સરકારમાં મંત્રી ચેતન ચૌહાણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યૂપીના હોમગાર્ડ મંત્રી ચેતન ચૌહાણનો શનિવારે સવારે ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચેતન ચૌહાણ અમરોહા જિલ્લાની નૌવાંગા વિધાનસભાથી ધારાસભ્ય છે. 

તેમના પરિવારના અન્ય લોકોના પણ સેમ્પલ લેવામાં આવશે. આ પહેલા યૂપી સરકારના બે અન્ય મંત્રી પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. અત્યાર સુધી 3 મંત્રી કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં ઉત્તર પ્રદેશ સરકારના આયુષ મંત્રી ધર્મ સિંહ સૈનીનો પણ રિપોર્ટ આવ્યો હતો. 

મહારાષ્ટ્રમાં કોરોનાનો વિસ્ફોટ, 8 હજારથી વધુ નવા કેસ, મૃતકોની સંખ્યા 10 હજારને પાર

તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારને હોમ ક્વોરેન્ટીન કરવામાં આવ્યા હતા. આ સિવાય કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. 

મહત્વનું છે કે યૂપીમાં કોરોનાના મામલા વધી રહ્યાં છે. સંક્રમણને ફેલાતુ રોકવા માટે યોગી સરકારે એકવાર ફરીથી લૉકડાઉન લાગૂ કર્યું છે. શુક્રવારે રાત્રે 10 કલાકથી લાગૂ થયું લૉકડાઉન 13 જુલાઈની સવારે 5 કલાક સુધી રહેશે. શુક્રવારે પ્રદેશમાં કોરોનાના રેકોર્ડ 1347 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 27 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 899 થઈ ગઈ છે. યૂપીમાં કોરોનાના 11024 એક્ટિવ કેસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news