મહારાષ્ટ્રમાં કોરોનાનો વિસ્ફોટ, 8 હજારથી વધુ નવા કેસ, મૃતકોની સંખ્યા 10 હજારને પાર


મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુઆંક 10 હજારને પાર થઈ ગયો છે. અત્યાર સુધી 10,116 લોકોના કોરોનાને લીધે મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ   2,46,600 કેસ છે. 
 

મહારાષ્ટ્રમાં કોરોનાનો વિસ્ફોટ, 8 હજારથી વધુ નવા કેસ, મૃતકોની સંખ્યા 10 હજારને પાર

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 8139 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 223 લોકોના મૃત્યુ થયા છે. તો મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1284 નવા કેસ સામે આવ્યા છે તો 39 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં આ કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે. 

દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 10 હજારને પાર થઈ ગયો છે. અત્યાર સુધી 10,116 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. અહીં પર કોરોનાના કુલ 2,46,600 કેસ છે. તેમાંથી  99,202 કેસ એક્ટિવ છે. 

મહારાષ્ટ્રમાં શનિવારે 4360 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળી છે. અત્યાર સુધી 1,36,985 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. મુંબઈની વાત કરીએ તો અહીં પર કોરોનાના કુલ કેસ  91,745 કેસ છે, જ્યારે 52474 લોકોના મોત થઈ ચુક્યા છે. 

મહારાષ્ટ્રમાં  6,80,017 લોકો હોમ ક્વોરેન્ટીન છે. તો દેશમાં હજુ પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. સંક્રમણના કુલ કેસ 8 લાખ 47 હજાર 575 થઈ ચુક્યા છે. તો દેશમાં અત્યાર સુધી મહામારીને કારણે 22 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. પરંતુ રાહતની વાત છે કે અત્યાર સુધી 5 લાખ 32 હજારથી વધુ સંક્રમિત કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news