ફરી શિયાળો આવશે! ભારે પવન સાથે આ વિસ્તારોમાં વરસાદ અને કરા પડશે, કંઈક મોટું થશે

Weather Update: એક તરફ શિયાળો ગયો અને ઉનાળાની શરૂઆત થઈ હોવાની સ્થિતિ છે. ત્યાં બીજી તરફ અચાનક બદલાઈ રહ્યું છે વાતાવરણ. ફરી શિયાળો આવશે અને વચ્ચે વચ્ચે પડશે વરસાદ. બરફ પણ પડી શકે છે. આ શું થવા બેઠું છે? જાણો હવામાનની લેટેસ્ટ અપડેટ....

ફરી શિયાળો આવશે! ભારે પવન સાથે આ વિસ્તારોમાં વરસાદ અને કરા પડશે, કંઈક મોટું થશે

Latest Forecast Updates: ફરી આવી રહ્યો છે વાતાવરણમાં પલટો. અચાનક બદલાવા લાગ્યું છે વાતાવરણ. અંબાલાલ પટેલની આગાહી આવે કે હવામાન વિભાગની આગાહી...પણ આ બધુ શું થવા બેઠું છે અચાનક, લોકોને કંઈ સમજાઈ નથી રહ્યું. કારણકે, એક તરફ તો શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. દિવસ દરમિયાન લોકોને ભારે ગરમી અને બફારાનો અનુભવ થવા લાગ્યો છે. ઠેર-ઠેર શેરડીના રસની રેકડીઓ જોવા મળી રહી છે. બીજી બાજુ રસ્તા પર હવે પરબો પણ શરૂ થવા લાગી છે. આ બધુ દર્શાવે છેકે, ગરમી શરૂ થઈ ગઈ છે. પણ બીજી તરફ આ આગાહીએ તો પથારી ફેરવી નાંખી છે. અહીં તો શિયાળો ફરી આવશે, બરફ પડશે, કરા પડશે. હાડકંપાવી દે તેવી ઠંડી પડશે એવી સ્થિતિ અંગે આગાહી થઈ રહી છે. લાગે છે આ વખતે કંઈક નવું થવાના એંધાણ છે.

હવામાન વિભાગ દ્વારા એવુ અમુમાન લગાવાયું છેકે, આગામી 3 થી 4 દિવસમાં જ વાતાવરણમાં અચાનક મોટું પરિવર્તન આવશે. અચાનક વાતાવરણમાં આવશે પલટો. બદલાઈ જશે હવાઓની દિશા. વરસાદ પડશે અને કરા પણ પડશે. આકાશથી થઈ શકે છે બરફની વર્ષા. દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોને આની અસર થશે. ઉલ્લેખનીય છેકે, કેટલાંક દિવસોથી દિલ્લીનું આકાશ સાફ છે. હાલ દરરોજ તડકો આવી રહ્યો છે, ગરમી પણ વધી છે. જોકે, સવારે અને સાંજે બે ટાઈમ હજુ પણ ભારે ઠંડી જોવા મળે છે. જાણીએ વિગતવાર ગુજરાત સહિત દેશભરમાં કેવું રહેશે હવામાન....

આગામી ચાર દિવસ કેવું રહેશે હવામાન?
સ્કાયમેટ વેધર રિપોર્ટમાં જણાવ્યા મુજબ આગામી બે થી 3 દિવસ બાદ સાવ બદલાઈ જશે વાતાવરણ. હવામાનમાં આવી શકે છે મોટો પલટો. કેટલાંક વિસ્તારોમાં વરસાદ અને બરફ પડવાની પ્રબળ સંભાવનાઓ પણ વર્તાઈ રહી છે. શિયાળો હજુ યથાવત છે અને વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. આ વાતાવરણ બીમારી ફેલાવી શકે છે.

આ વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવનાઃ
સ્કાયમેટના રિપોર્ટ મુજબ દેશના કેટલાંક ભાગોમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને 22 ફેબ્રુઆરી સુધી જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, મુઝફ્ફરાબાદ અને ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં હિમવર્ષા પણ થશે. આ ઉપરાંત ગાજવીજ સાથે વીજળી પડવાની પણ સંભાવના છે. તે જ સમયે, જમ્મુમાં 18મી ફેબ્રુઆરીએ, હિમાચલમાં 18મી અને 19મી ફેબ્રુઆરીએ અને ઉત્તરાખંડમાં 18મીથી 21મી ફેબ્રુઆરી વચ્ચે વિવિધ સ્થળોએ કરા પડી શકે છે.

ઉત્તર પૂર્વમાં કેવી રહેશે સ્થિતિ?
સ્કાયમેટના રિપોર્ટ મુજબ 21 થી 24 ફેબ્રુઆરીની વચ્ચે, સિક્કિમ અને અરુણાચલમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન આસામ અને મેઘાલયમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તે જ સમયે, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશાના કેટલાક શહેરોમાં સવારે ગાઢ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ જાય એવી પણ સંભાવના છે.

આ રાજ્યોને છે વરસાદનો મોટો ખતરોઃ
સ્કાય મેટના રિપોર્ટ અનુસાર આગામી દિવસોમાં વાતાવરણમાં આવશે મોટો પલટો. દેશના ઘણાં રાજ્યોને આની સીધી અસર થશે. સૌથી પહેલી અસર દિલ્લી, પંજાહ અને હરિયાણામાં જોવા મળશે. સ્કાયમેટના રિપોર્ટ મુજબ હરિયાણા, પંજાબ, દિલ્હી અને પશ્ચિમ યુપીમાં 19 થી 21 ફેબ્રુઆરી દરમિયાન, પૂર્વીય યુપી અને ઉત્તર મધ્યપ્રદેશમાં 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 19 થી 21 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 19 થી 20 ફેબ્રુઆરીની વચ્ચે, હરિયાણા, પંજાબ, દિલ્હી અને પશ્ચિમ યુપીમાં છૂટાછવાયા કરા એટલેકે, બરફ પડી શકે છે. એટલું જ નહીં કેટલાંક રાજ્યોમાં ખાસ કરીને કેટલાંક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ પણ ઘટી શકે છે. જોરદાર પવન ફૂંકાશે અને વરસાદ આવશે તૈયારી રાખવી પડશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news