દેશમાં કોરોનાની સાથે ગરમીએ પણ મચાવ્યો હાહાકાર, ચુરુમાં પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો

છેલ્લા કેટલાક દિવસથી દેશમાં અનેક ઠેકાણે કાળઝાળ ગરમી પડી રહી છે. સવાર સાંજ થોડી રાહત મળતી હતી પણ લાગે છે કે હવે તો તે પણ દુર્લભ થઈ ગઈ છે. રાજસ્થાનનું ચુરુ મંગળવારે દુનિયાની સૌથી ગરમ જગ્યા બની ગયું જ્યાં પારો 50 ડિગ્રી સિલ્સિયસ પર પહોંચી ગયો. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભયંકર લૂના વાયરા ચાલી રહ્યાં છે. મંગળવારે લૂનો પ્રકોપ ચરમસીમાએ હતો. હવામાન ખાતાની આગાહી મુજબ તેના કારણે રાજસ્થાનથી ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી બે દિવસ એટલે કે 28મી મે સુધી હવામાનમાં ખાસ ફેરફારના આસાર નથી. આ અઠવાડિયાના અંતમાં થોડો વરસાદ પડી શકે છે. 
દેશમાં કોરોનાની સાથે ગરમીએ પણ મચાવ્યો હાહાકાર, ચુરુમાં પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી દેશમાં અનેક ઠેકાણે કાળઝાળ ગરમી પડી રહી છે. સવાર સાંજ થોડી રાહત મળતી હતી પણ લાગે છે કે હવે તો તે પણ દુર્લભ થઈ ગઈ છે. રાજસ્થાનનું ચુરુ મંગળવારે દુનિયાની સૌથી ગરમ જગ્યા બની ગયું જ્યાં પારો 50 ડિગ્રી સિલ્સિયસ પર પહોંચી ગયો. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભયંકર લૂના વાયરા ચાલી રહ્યાં છે. મંગળવારે લૂનો પ્રકોપ ચરમસીમાએ હતો. હવામાન ખાતાની આગાહી મુજબ તેના કારણે રાજસ્થાનથી ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી બે દિવસ એટલે કે 28મી મે સુધી હવામાનમાં ખાસ ફેરફારના આસાર નથી. આ અઠવાડિયાના અંતમાં થોડો વરસાદ પડી શકે છે. 

ચુરુમાં ગરમીએ તોડ્યા રેકોર્ડ
ચુરુમાં મંગળવાર ખુબ ગરમ રહ્યો. દુનિયાના જે બે સ્થળોમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી તેમાનું એક ચુરુ હતું. IMDના વૈજ્ઞાનિક રવિન્દ્ર સિહાગે જણાવ્યું કે પાકિસ્તાનનિા જેકબાબાદમાં પણ તાપમાન 50 ડિગ્રી નોંધાયુ હતું. હરિયાણાના હિસારમાં પારો 48 પર પહોંચ્યો હતો. ચુરુમાં તો 50 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર પ્રદેશના બાંદામાં પણ તાપમાન 48ની આસપાસ નોંધાયું હતું. રાજધાની દિલ્હીમાં ગરમીએ છેલ્લા 18 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અહીં મંગળવારે 47.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. 

હાલ કોઈ રાહતના અણસાર નથી
IMDના જણાવ્યાં મુજબ ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી આ જ રીતે ગરમ અને સૂકો પવન ફૂંકાતો રહેશે. IMDના ડેપ્યુટી ડિરેક્ટર (હવામાન વિભાગ) કે એસ હોસલિકરે અપીલ કરી છે કે બપોરેને લઈને સતર્ક રહો. સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી બહાર નીકળવાથી બચો. હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં 28 મે સુધી ગરમ પવન ફૂંકાવવાની સ્થિતિ રહેશે. આગામી બે દિવસ સુધી પંજાબ, છત્તીસગઢ, ઓડિશાના આંતરિયાળ વિસ્તારો, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો, તેલંગાણા, બિહાર અને ઝારખંડમાં અલગ અલગ વિસ્તારોમાં હવામાન ગરમ રહેશે. 

જુઓ LIVE TV

અસમ, મેઘાલયમાં વરસાદનું એલર્ટ
હવામાન ખાતાએ મંગળવારે આસામ અને મેઘાલયમાં 26-28 મેના રોજ ભારે વરસાદનું એલર્ટ બહાર પાડ્યું છે. બંગાળની ખાડીમાંથી દક્ષિણ પશ્ચિમ તરફથી ફૂંકાતો પવન પોતાની સાથે ભારે ભેજ લઈને આ બે રાજ્યોમાં વરસાદ લાવશે. સ્કાયમેટના જણાવ્યાં મુજબ મંગળવારે અરુણાચલ પ્રદેશના પાસીઘાટમાં 146 મિલિમીટર વરસાદ નોંધાયો. ગોલપારા અને ઉત્તર લખીમપુરમાં પણ ભારે વરસાદ નોંધાયો. જેનાથી આસામ અને મેઘાલયના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news