21 દિવસનું લૉકડાઉનઃ જાણો શું ખુલ્લું રહેશે, શું બંધ રહેશે


કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે દેશને 21 દિવસ સુધી લૉકડાઉન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાણકારી આપી છે. જાણો આ દરમિયાન કઈ સેવા શરૂ રહેશે અને શું બંધ રહેશે. 

21 દિવસનું લૉકડાઉનઃ જાણો શું ખુલ્લું રહેશે, શું બંધ રહેશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી કે કોરોના વાયરસથી બચવા માટે દેશને 21 દિવસ લૉકડાઉન કરવામાં આવશે. આ ખતરનાક વાયરસ વિરુદ્ધ સૌથી મહત્વનું હથિયાર સોશલ ડિસ્ટેન્સિંગને સખત રીતે લાગૂ કરવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. તેવામાં તે જાણવું જરૂરી છે કે આ 21 દિવસ દરમિયાન કઈ સેવા ચાલું રહેશે અને શું બંધ થઈ જશે. 

કઈ દુકાનો ચાલું રહેશે?
હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રતિબંધ હશે નહીં. મેડિકલ શોપ અને રાશનની દુકાનો ચાલું રહેશે. ડોક્ટરને ત્યાં જવાની મંજૂરી હશે. તમામ રેસ્ટોરન્ટ, દુકાનો, બંધ રહેશે. પેટ્રોલ, સીએનજી, એલપીજી, પીએનજી જેવા સેવાઓ શરૂ રહેશે. 

પોતાની ગાડીને મંજૂરી?
પ્રાઇવેટ ગાડીઓના સંચાલનની મંજૂરી પણ ખુબ જરૂરી સ્થિતિમાં હશે. લોકોને માત્ર મેડિકલ જરૂરીયાત લેવા, રાશન, દવા, દૂધ અને શાકભાજી ખરીદવાની મંજૂરી હશે. 

— ANI (@ANI) March 24, 2020

ક્યાં જવાની મંજૂરી નથી?
જાહેર સ્થળો જેમ કે મોલ, હોલ, જીમ, સ્પા, સ્પોર્ટ્સ ક્લબ બંધ રહેશે. 

મુસાફરી કરી શકશો?
તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. બસ કે ટ્રેન સેવા ચાલશે નહીં. 

શું રહેશે સંપૂર્ણ રીતે બંધ?
તમામ પ્રકારની ફેક્ટરીઓ, વર્કશોપ, ઓફિસ, ગોડાઉન, સત્પાહમાં લાગનારી માર્કેટ બંધ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તમામ ઓફિસ, ઓટોનોમસ-સબોર્ડિનેટ ઓફિસ અને પબ્લિક કોર્પોરેશન બંધ રહેશે. 

ક્યાં થશે કામ?
સંરક્ષણ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, ટ્રેઝરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પાવર જનરેશન એન્ડ ટ્રાન્સમિશન યુનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, ફોરકાસ્ટિંગ એજન્સીઓ ખુલ્લી રહેશે. પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, જેલ, જિલ્લા વહીવટ અને ટ્રેઝરી, વીજળી, પાણી અને સેનિટેશનનું કામ ચાલું રહેશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news