મિન્ટી અગ્રવાલઃ યુદ્ધ સેવા મેડલ જીતનારી ઈન્ડિયન એરફોર્સની અધિકારીને તમે જાણો છો?

બાલાકોટમાં ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધો દરમિયાન બંને દેશ વચ્ચે તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પાકિસ્તાને જ્યારે વળતા પ્રહાર તરીકે તેના યુદ્ધ વિમાનો ભારત તરફ મોકલ્યા ત્યારે પાછા ખદેડી દેવા માટે ભારતીય વિમાનોને જમીન પર બેસીને દિશાસુચન મિન્ટી અગ્રવાલે કર્યું હતું.

મિન્ટી અગ્રવાલઃ યુદ્ધ સેવા મેડલ જીતનારી ઈન્ડિયન એરફોર્સની અધિકારીને તમે જાણો છો?

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય સેનાના જવાનો અને અર્ધસૈનિક દળોના જવાનો મળીને કુલ 132 બહાદ્દુરી એવોર્ડ વિજેતાની જાહેરાત કરાઈ હતી, તેમાં એક નામ હતું સ્ક્વાડ્રન લીડર મિન્ટી અગ્રવાલ. મિન્ટીને યુદ્ધકાળમાં વિશેષ ફરજ બજાવવા બદલ 'યુદ્ધ સેવા' મેડલ માટે પસંદ કરાઈ હતી. 26 અને 27 ફેબ્રુઆરી દરમિયાન ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિમાનો વચ્ચે જે હવાઈ આક્રમણ થયું હતું તે દરમિયાન આ બહાદ્દુર મહિલાએ ફ્લાઈટ કન્ટ્રોલર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. 

— Indian Air Force (@IAF_MCC) August 14, 2019

ભારતની હવાઈ સર્જિકલ સ્ટ્રાઈક
26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાના મિરાજ-2000 વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી પાકિસ્તાનની વાયુસેના પણ એલર્ટ થઈ ગઈ હતી.

પાકિસ્તાની સેનાનો વળતો જવાબ
પાકિસ્તાનની વાયુસેનાએ ભારતના હવાઈ હુમલાનો વળતો જવાબ આપ્યો હતો, પરંતુ તેના આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો ભારતીય વાયુસેનાની સ્ક્વાડ્રન લીડર મિન્ટી અગ્રવાલે. ભારત સમજી ગયું હતું કે પાકિસ્તાન વળતો જવાબ જરૂર આપશે. એટલે ભારતીય વાયુસેનાએ 7 ફ્લાઈટ કન્ટ્રોલર્સની ટીમને ડ્યુટી પર તૈનાત રાખી હતી, જેમણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા કોઈ પણ પ્રકારના અટકચાળાને પકડી પાડવાનો હતો. 

મિન્ટી અગ્રવાલના શબ્દોમાં તેણે કરેલું સાહસિક કામ 
સમાચાર એજન્સી ANIને આપેલા એક ઈન્ટરવ્યુમાં મિન્ટીએ જણાવ્યું કે, "26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં બિન સૈનિક ઠેકાણાઓ પર હવાઈ હુમલાનું ભારતનું મિશન સફળ રહ્યું હતું. વળતો જવાબ આવશે એવી અમને અપેક્ષા હતી જ. એટલે અમે એક્સ્ટ્રા એલર્ટ હતા. તેમણે 24 કલાકના અંદર જ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના વિમાનો જેવા ભારત તરફ રવાના થયા કે, અમે ભારતીય વાયુસેનાની ટીમને એલર્ટ કરી દીધી હતી. અમારા એલર્ટની સાથે જ ભારતીય વાયુસેનાના વિમાનોએ ઉડાન ભરી લીધી હતી. અમે તેમને ગ્રાઉન્ડ પરથી સપોર્ટ કરતા હતા."

— ANI (@ANI) August 15, 2019

અભિનંદનને ગાઈડ કરતી હતી મિન્ટી
મિન્ટી અગ્રવાલ અભિનંદન વર્માની સાથે સંપર્કમાં હતી. અભિનંદન વર્મા જ્યારે પાકિસ્તાનના F16 વિમાનનો પીછો કરી રહ્યા હતા ત્યારે મિન્ટીએ તેમને સરહદ પાર કરી દીધી હોવાનો સંદેશો આપવા પ્રયાસ કર્યો હતો અને પાછા વળી જવા માટે પણ વારંવાર સુચના આપી રહી હતી. જોકે, પાકિસ્તાની વાયુસેના દ્વારા તેમના વિસ્તારમાં સંદેશાવ્યવહાર જામ કરી દેવાયો હોવાના કારણે મિન્ટીનો અવાજ અભિનંદન વર્મા સુધી પહોંચતો ન હતો. 

અભિનંદનનું વિમાન તુટી ગયું અને તે પાકિસ્તાનમાં કુદ્યા 
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને અભિનંદનનું વિમાન તોડી પાડ્યું હતું, જેના કારણે અભિનંદને વિમાનમાંથી કૂદકો મારી લીધો હતો. જોકે, અભિનંદને તે પહેલા પાકિસ્તાનના F16ને તોડી પાડવામાં સફળતા મેળવી હતી. કમનસીબે અભિનંદન પાકિસ્તાનની ધરતી પર ઉતર્યા હતા, જ્યાં પાકિસ્તાનની સેનાએ તેમને પકડી લીધા હતા. 60 કલાક સુધી પાકિસ્તાનના કબ્જામાં રહ્યા પછી અભિનંદનનો છૂટકારો થયો હતો. અભિનંદનને સેનાના ત્રીજા સર્વોચ્ચ બહાદ્દુરી સન્માન 'વીર ચક્ર'થી સન્માનિત કરાયા છે. 

132 જવાનોને અપાયા બહાદ્દુરી એવોર્ડ
રાષ્ટ્રપતિ દ્વારા જે 132 બહાદ્દુરી એવોર્ડ વિજેતાની યાદી બહાર પાડવામાં આવી હતી તેમાં બે કિર્તી ચક્ર અને એક વીર ચક્ર (અભિનંદન વર્થમાન), 14 શૈર્ય ચક્ર, 8 બાર ટૂ સેના મેડલ(બહાદ્દુરી), 90 સેના મેડલ(બહાદ્દુરી), 5 નૌસેના મેડલ(બહાદ્દુરી), 7 વાયુસેના મેડલ(બહાદ્દુરી) અને 5 યુદ્ધ સેવા મેડલ જાહેર કરાયા હતા. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news