ભારતના આ 'લાલ સોના' માટે ખુબ વલખા મારે છે ચીન, જાણો કેમ 

રક્ત ચંદનના ઝાડ દક્ષિણ ભારતના શેષાચલમ સિવાય ક્યાંય ઉગતા નથી. તે ફક્ત તામિલનાડુની સરહદે આવેલા આંધ્ર પ્રદેશના ચાર જિલ્લા નેલ્લોર, કુરનૂલ, ચિત્તૂર, કડપ્પામાં ફેલાયેલી શેષાચલમની પહાડીઓમાં જ ઉગે છે.

ભારતના આ 'લાલ સોના' માટે ખુબ વલખા મારે છે ચીન, જાણો કેમ 

નવી દિલ્હી: લાલ ચંદન (Red sandal) ને રક્ત ચંદનના નામથી પણ ઓળખે છે. ચંદન ત્રણ પ્રકારના હોય છે. સફેદ, રક્ત એટલે કે લાલ, અને પીળું ચંદન. પૂજાપાઠમાં ચંદનના ઉપયોગનું મહત્વ આપણે બધા જાણીએ છીએ. પરંતુ ભારતમાં ઉગતા લાલ ચંદન એટલે કે રક્ત ચંદનની વાત જ કઈક અલગ છે. રક્ત ચંદનમાં સફેદ ચંદનની જેમ કોઈ સુગંધ હોતી નથી. દુનિયામાં લાલ ચંદન(Red sandal) ની ખુબ ડિમાન્ડ છે. જેનું એક કારણ એ પણ છે કે ભારતનું આ  'લાલ સોનું' (Red Gold) આયુર્વેદમાં ઔષધિ તરીકે અગણિત રીતે ઉપયોગમાં લેવાય છે. 

ભારતને મળેલું પ્રાકૃતિક વરદાન છે
રક્ત ચંદનના ઝાડ દક્ષિણ ભારતના શેષાચલમ સિવાય ક્યાંય ઉગતા નથી. તે ફક્ત તામિલનાડુની સરહદે આવેલા આંધ્ર પ્રદેશના ચાર જિલ્લા નેલ્લોર, કુરનૂલ, ચિત્તૂર, કડપ્પામાં ફેલાયેલી શેષાચલમની પહાડીઓમાં જ ઉગે છે. લાલ ચંદનના ઝાડની સરેરાશ ઊંચાઈ 8થી લઈને 12 મીટર સુધી હોય છે. તેની લાકડી પાણીમાં ડૂબી જાય છે. જે તેની મુખ્ય ઓળખ છે. 

રક્ત ચંદનના ફાયદા
લાલ ચંદન ખુબ ગુણકારી હોય છે. લાલ ચંદનનો ઉપયોગ સુંદરતા નીખારવા માટે થાય છે. તે સ્કિન પિગમેન્ટેશન અને ખીલ જેવી ત્વચા સંબંધિત અનેક પરેશાનીઓ દૂર કરે છે. એક્ઝિમા થવાના કારણે આવતો સોજો, બળતરા અને ખંજવાળથી રાહત મેળવવા માટે લાલ ચંદન પાઉડરને કપૂર સાથે ભેળવીને પેસ્ટ બનાવી તેનો ઉપયોગ કરો તો તેના ચમત્કારી પરિણામ જોવા મળે છે. 

ગંધને સૂંઘવાની ક્ષમતા ફક્ત નાકમાં જ નથી હોતી. ત્વચાની કોશિકાઓમાં ચંદનની સુગંધને સૂંઘવાના તત્વ હોવાની શોધ થઈ છે. એટલે કે લાલ ચંદન દરેક પ્રકારે અનમોલ અને સાચવી રાખવા યોગ્ય છે. 

મોંઘા ફર્નિચર, સજાવટના કામ માટે પણ રક્ત ચંદનની લાકડીઓની ખુબ ડિમાન્ડ છે. આ સાથે જ દારૂ અને કોસ્મેટિક્સમાં પણ તેનો ઉપયોગ થાય છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમત કરોડો સુધી પહોંચે છે. આથી ભારત પર રક્ત ચંદનના ઝાડની સુરક્ષાની જવાબદારી છે. 

ચીન કેમ તડપે છે
લાલ ચંદનની લાકડીની વિદેશમાં ખાસ કરીને ચીનમાં ખુબ માંગ છે. જેના કારણે તેની નિકાસ કરીને તસ્કરો ખુબ પૈસા રળતા હોય છે. આ કિંમતી લાકડું તિરુમાલા અને તિરુપતિ સહિત ચિત્તૂર જિલ્લામાં મોટા પાયે મળે છે. આંધ્ર પ્રદેશમાં છેલ્લા કેટલાક દાયકાથી લાલ ચંદનની તસ્કરીમાં ખુબ વધારો થયો છે. આ ઝાડની સુરક્ષા માટે STF સુદ્ધાની તૈનાતી કરાઈ છે. ભારતમાં તેની તસ્કરી રોકવા માટે કડક કાયદા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news