અમિત શાહનું મમતા પર નિશાન, કહ્યું BJPની યાત્રા રદ્દ નહી માત્ર સ્થગિત થઇ
કલકત્તા હાઇકોર્ટે ભાજપ પર તે પત્રોનો કોઇ જવાબ નહી આપવા માટે શુક્રવારે પશ્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢી હતી, જે તેણે રાજ્યમાં પોતાની રથયાત્રાઓ માટે પરવાનગી માંગવા માટે લખ્યા હતા
Trending Photos
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની પ્રસ્તાવિત રથયાત્રા મુદ્દે ચાલી રહેલ રાજકારણ વચ્ચે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે શનિવારે પોતાની યાત્રા રદ્દ કરી દીધી હતી. જો કે તેમણે દિલ્હીમાં શુક્રવારે કહ્યું કે, ભાજપની રથયાત્રાઓ રદ્દ નહી પરંતુ હાલ પુરતી સ્થગીત થઇ છે. અગાઉ કલકત્તા હાઇકોર્ટ ભાજપનાં તે પત્રોનો તે જવાબ આપવા માટે શુક્રવારે પશ્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢી હતી. જે તેણે રાજ્યમાં પોતાની રથયાત્રાની અનુમતી માટે લખ્યા હતા. કોર્ટે સાથે જ રાજ્યનાં ટોપનાં અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ રથયાત્રાઓ પર 14 ડિસેમ્બર સુધી કોઇ નિર્ણય કરે.
જસ્ટિસ વિશ્વનાથ સોમાદર અને જસ્ટિસ એ.મુખર્જીની પીઠે કહ્યું કે, પરવાનગી લઇને સરકારની ચુપ્પી આશ્ચર્યજનક અને ચોંકવનારા છે. કોર્ટની એકલ પીઠે ગુરૂવારે તે આદેશની વિરુદ્ધ ભાજપ દ્વારા દાખલ અપીલને ફગાવી દીધી હતી. જેમાં પાર્ટીને તેની રથયાત્રા માટે પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે રાજ્યને નિર્દેશ આપ્યો કે તેઓ બુધવાર સુધીમાં બેઠક યોજે.
કોર્ટે નિર્દેશ આપ્યો કે મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ મહાનિર્દેશક 12 ડિસેમ્બર સુધી ભાજપનાં ત્રણ પ્રતિનિધિઓની સાથે બેઠક યોજે અને 14 ડિસેમ્બર સુધી આ મુદ્દે કોઇ નિર્ણય કરે. પીઠે કહ્યું કે, એકલ પીઠ દ્વારા રેલી પર પ્રતિબંધ લગાવવી જોઇતી હતી. પીઠે ગુરૂવારે અંતરિમ આદેશમાં તદનુસાર સંશોધન કરી દીધી. પીઠે રાજ્યમાં ત્રણ રથયાત્રાએ કરવા માટે પરવાનગી માટે ભાજપની તરફથી લખાયેલા પત્રોનો જવાબ નહી આપવા માટે રાજ્ય સરકારની ટીકા કરી હતી.
જસ્ટિસ તપવ્રત ચક્રવર્તીની એકલ પીઠે ગુરૂવારે કહ્યું કે, તેઓ કુચબિહારમાં ભાજપની રેલી માટે આ સમયે પરવાનગી આપી શકે નહી. જ્યારે પશ્ચિમ બંગાળ સરકારે તે આધારે આ કાર્યક્રમને પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો છે કે આ સામ્પ્રદાયિક તણાવ પેદા કરી શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે આ રેલીને લીલી ઝંડી આપવાનાં હતા.
ત્રણ રથયાત્રા કાઢવાની યોજના હતી.
ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપની ત્રણ રથયાત્રાઓમાંથી કૂચબિહારની રથયાત્રા પહેલી હતી. બે અન્ય રથયાત્રાઓ 9 ડિસેમ્બરે દક્ષિણ 24 પરગના જિલ્લાનાં કાકદ્વીપથી અને 14 ડિસેમ્બરે બીરભુમ જિલ્લાનાં તારપીઠ મંદિરથી ચાલુ થવાની હતી.
યાત્રાઓ રદ્દ નહી માત્ર સ્થગતિ થઇ છે
અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપનાં જનાધાર વધવાથી મુખ્યમંત્રી મમતા બેનર્જી ભયભીત છે. તેમણે આરોપ લગાવ્યો કે ભગવા દળને ત્રણ યાત્રાઓની પરવાનગી નહી આપીને તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ રાજ્યમાં લોકશાહીનું ગળુ દબાવી રહ્યા છે. મમતા બેનર્જી સરકાર પાસેથી પરવાનગી નહી મળવા અને કોર્ટ પાસેથી પણ રાહત નહી મળવા અંગે ભાજપને રાજ્યમાં પોતાની ત્રણ રથયાત્રાઓ રદ્દ કરવી પડી હતી. ત્યાર બાદ શાહે આ પ્રહાર કર્યો છે. શાહે દિલ્હીમાં કહ્યું કે, અમે નિશ્ચિત યાત્રાએ નિકળશે અને અમને કોઇ પણ વ્યક્તિ અટકાવી શકે નહી. પશ્ચિમ બંગાળમાં પરિવર્તન પ્રત્યે ભાજપ પ્રતિબદ્ધ છે. યાત્રાઓ રદ્દ નથી થઇ છે, માત્ર સ્થગિત થઇ છે.
ભાજપ પર કોંગ્રેસ વિફરી
કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો કે હાઇકોર્ટમાં કેસ હજી ચાલી રહ્યો હોવા છતા ભાજપ અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળમાં રથયાત્રા કાઢવાની જાહેરાત કરીને કોર્ટનાં આદેશનું રાજનીતિકરણ થઇ રહ્યું છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે પત્રકારોને કહ્યું કે, સમગ્ર મુદ્દે કલકત્તા હાઇકોર્ટના સંજ્ઞાનમાં છે અને જ્યા સુધી મે સમાચાર પત્રોના માધ્યમથી વાંચ્યું છે તેઓ યાત્રા કાઢવાનાં છે. જે અંકે કોર્ટે કોઇ પ્રતિબંધ મુકી રાખ્યો છે. જ્યારે કેસ હાઇકોર્ટનાં સંજ્ઞાનમાં છે તો તે વાતની સુચિતા અને મર્યાદાનું પાલન આપણે બધા કરતા આવ્યા છીએ, જ્યાં સુધી નિર્ણય ન થઇ જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે