ભારે ઉથલપાથલવાળો છે 12 ડિસેમ્બરનો દિવસ, રાશિફળ વાંચીને કોઈ પણ કામ કરજો
ઝી મીડિયા/બ્યૂરો :ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
મિથુન
નવા કામ અને નવી બિઝનેસ ડીલ સામે આવી શકે છે. પરેશાનીઓને પહોંચી વળવા માટે દિવસ સારો રહેશે. કોઈ નવી ઓફર મળી શકે છે. વિચારેલા કામો કરવાના શરૂ કરી દો. જલદી સમસ્યાનો અંત આવશે.
કર્ક
નોકરીમાં પરેશાની થઈ શકે છે. રૂટિન કામોમાં કેટલાક જોખમો આવી શકે છે. જીદ કરશો તો કોઈ સાથે વિવાદ થશે. વધુ વિચારવામાં સમય ન બગાડો. કામકાજમાં અડચણોથી મૂડ બગડશે. લોકોની મદદ મળી શકશે નહીં. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે.
સિંહ
પરિવારમાં સુખ શાંતિ વધશે. કાર્યક્ષેત્રે નવા કરાર સંધિ થશે. સામાજિક કામકાજમાં સન્માન મળશે. ઓફિસમાં કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે મદદ કરી શકે છે. પાર્ટનર આર્થિક મદદ કરી શકે છે. તમારું ધ્યાન કોઈ દૂરના સ્થાન પર વધુ રહેશે. સારા મિત્ર સાથે મુલાકાત થશે.
કન્યા
કારોબાર વધશે. નીચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. ખાસ લોકો સાથે મુલાકાત થશે. મોટાભાગની પરેશાનીઓ દૂર થવાના યોગ છે. જે કામ અધૂરું સમજી રહ્યાં હતાં તે પૂરું થશે. મોટા લોકોનો સહયોગ મળી શકે છે, ફાયદો પણ થશે.
તુલા
નોકરી અને બિઝનેસમાં લાભની સંભાવના છે. દિવસ સારો રહેશે. વિશેષ લાભ અને ઉન્નતિ માટે વધુ કોશિશ કરવી પડી શકે છે. સફળ પણ થશો. કરેલા કામો ભાગ્યની મદદથી પૂરા થશે. તમારા ફાયદાની ચિંતા કરો. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી કામ કરો.
વૃશ્ચિક
બિઝનેસમાં ફાયદો ઓછો થશે. ટ્રાન્સફરના યોગ છે. કોઈ નવું કામ શરૂ ન કરો. કાર્યક્ષેત્રે સ્થિતિઓ તમારું ધ્યાન ભટકાવી શકે છે. ફાલતુ કામોમાં મન વધુ રહેશે. વિચારેલા કામો પૂરા ન થવાથી મૂડ ખરાબ થશે. દિવસ થોડો ટફ રહેશે.
ધન
રોજબરોજના કામ પૂરા થવાના યોગ છે. સમજી વિચારીને નિર્ણય લેવાથી ફાયદો થઈ શકે છે. નાણાકીય સ્થિતિમાં સારા ફેરફારની તક મળશે. પરિવાર અને સમાજમાં સન્માન મળશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સંબંધ ગાઢ બનશે.
મકર
આજે નવી ડીલ ન કરો તો સારું. પૈસા અટવાઈ શકે છે. દિવસની શરૂઆત સારી નહીં રહે. ઈચ્છા ન હોવા છતાં પૈસા ખર્ચાશે. પ્લાનિંગ ગુપ્ત રાખો. સંબંધોમાં કેટલીક કપરી સ્થિતિ ઉભી થઈ શકે છે. વાદ વિવાદ ઉકેલાઈ શકે છે. કામકાજમાં સુસ્તીનો માહોલ રહેશે.
મેષ
આજે તમારા મનમાં ઉથલપાથલ થઈ શકે છે. જૂની વાતોમાં તમે ગૂંચવાયેલા રહેશો. કોઈ સમસ્યાનું સમાધાન હાથોહાથ નહીં થાય. થોડા ખાસ કામ અધૂરા રહી શકે છે. કામમાં મન નહીં લાગે. બિઝનેસમાં નવા કરાર હાલ ન કરો તો સારું. સ્વાસ્થ્ય મામલે દિવસ ઠીક રહેશે.
વૃષભ
આજે તમે કોઈ નવો નિર્ણય ન કરો. કોઈ જ તારણ પર ન આવો. સ્વભાવમાં થોડો ગરમાવો કે ગૂંચવાડો રહેશે. દિવસ તમારા માટે થોડો સાવધાનીભર્યો રહેશે. સમજી વિચારીને બોલો. પાર્ટનર સાથે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
કુંભ
આજે નવી ડીલ ન કરો તો સારું. પૈસા અટવાઈ શકે છે. દિવસની શરૂઆત સારી નહીં રહે. ઈચ્છા ન હોવા છતાં પૈસા ખર્ચાશે. પ્લાનિંગ ગુપ્ત રાખો. સંબંધોમાં કેટલીક કપરી સ્થિતિ ઉભી થઈ શકે છે. વાદ વિવાદ ઉકેલાઈ શકે છે. કામકાજમાં સુસ્તીનો માહોલ રહેશે.
મીન
બિઝનેસ ન વધારો તો સારું. જેમ ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજો ખરીદી શકો છો. કોઈ નવા અને મોટા નિર્ણય ન લો તો સારું. સાવધાની રાખો. પૈસા ખર્ચવામાં ચતુરાઈથી કામ લો. લવ લાઈફ મામલે સારો દિવસ છે.
Trending Photos